Mysamachar.in-રાજકોટ:
સલામત સવારી એસટી અમારી આ સૂત્ર એસટી મુસાફરી કરતા દરેક લોકોને જોવા મળતા હશે પણ ક્યારેક અકસ્માતે તો ક્યારેક ગફલતભરી રીતે તો ક્યારેક સામેવાળા કોઈની ભૂલને કારણે એવા અકસ્માતો સર્જાતા રહે છે કે જે અમુક વખતે આશ્ચર્ય પમાડે તેવા પણ હોય છે.આવી જ વધુ એક ઘટના આજે ગોંડલમાં સામે આવી…
ગોંડલ શહેરમાં બસ સ્ટેન્ડમાં ઉપલેટા રાજકોટ રૂટની બસમાં બ્રેક ના લાગતા ગોંડલ બસ સ્ટેન્ડમાં પ્લેટફોર્મ નંબર 8 પર બસ સ્ટોપ કરવાના બદલે પુછપરછની બારી સુધી પહોંચી હતી. બસ અંદર ઘુસતા ડેપો ખાતે હાજર મુસાફરોમાં પણ એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી. જેમાં એક યુવક ઇજાગ્રસ્ત થયો હતો. જો કે સામે એવું આવી રહ્યું છે કે બ્રેક ના લાગવાને કારણે આ ઘટના બની છે.જો કે ચોક્કસ કારણ આંતરિક તપાસ બાદ સામે આવશે.જો કે હાલ તો મોટી જાનહાની ટળતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
			
                                

                                
                                



							
                