Mysamachar.in-જામનગર:
જામનગર નજીક આવેલ ચેલા SRP ગ્રુપના એક જવાન સામે તેની જ પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવતા આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે, પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ અંજુબેન કુમારખાણીયા નામની મહિલાએ તેમના પતિ વિજય રણછોડ કુમારખાણીયા જે એસ.આર.પી. ગ્રુપ-17 ચેલા ખાતે નોકરી કરતા હોય જેને અન્ય સ્ત્રી સાથે સંબધ હોય જેની જાણ ફરીયાદી વિજયની પત્ની અંજુબેનને થતા તેણીએ આ બાબતે તેમના પતિને સમજાવતા પતિ વિજયે ફરીયાદીને ત્રણ વર્ષના લગ્ન જીવન દરમ્યાન અવાર નવાર દુ:ખ ત્રાસ આપી હેરાન પરેશાન કરી મારકુટ કરતા હોય ભુંડી ગાળો આપી અને રહેણાંક કવાર્ટરમાથી કાઢી મુકવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યા સબબની ફરિયાદ પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાતા પીએસઆઈ એમ.એ.મોરીએ વધુ તપાસ હાથ ધરી છે.