Mysamachar.in-જામનગર:
વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટે નિફ્ટ દ્વારા ડિઝાઇન,મેનેજમેન્ટ અને ટેક્નોલોજી અંગેના અભ્યાસક્રમો જેમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો જેવા કે એસેસરી ડિઝાઇન,ફેશન કોમ્યુનિકેશન,ફેશન ડિઝાઇન,નીટવેર ડિઝાઇન,લેધર ડિઝાઇન,ટેક્સટાઇલ ડિઝાઇન,એપેરલ પ્રોડકશન અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો જેવા કે માસ્ટર ઓફ ડિઝાઇન,માસ્ટર ઓફ ફેશન મેનેજમેન્ટ,માસ્ટર ઓફ ફેશન ટેક્નોલોજી મારફત ઉત્તમ તક પૂરી પાડવામાં આવે છે,આ સંદર્ભમાં બુધવાર,તારીખ:૧૯/૧૨/૨૦૧૮ના રોજ ધન્વંતરી મંદિર ઓડિટોરિયમ,જામનગર ખાતે બપોરે ૧૨:૦૦ થી ૧.૩૦ સુધી અને ૩:૦૦ થી ૪:૩૦ સુધી વિશેષ માર્ગદર્શન સેમિનારનું નિ:શુલ્ક ધોરણે આયોજન કરવામાં આવેલ છે,
સેમિનારમાં પ્રવેશ પરીક્ષા પદ્ધતિ,વિવિધ અભ્યાસક્રમો તથા ઉજ્જવળ કારકિર્દી અંગે માર્ગદર્શન આપવામાં આવશે જેનો લાભ લેવા શિક્ષક,વિદ્યાર્થીઓ તથા વાલીઓને જાહેર નિમંત્રણ આપવામાં આવે છે,વધુ જાણકારી નિફ્ટની વેબસાઇટ www.nift.ac.in ઉપર ઉપલબ્ધ છે. ઓનલાઈન નોંધણી http://applyadmission.net/NIFT2019 ઉપરથી તા:28/12/2018 સુધી કરી શકાશે,
આ કાર્યક્રમનુ આયોજન લાયન્સ ક્લબ ઓફ જામનગર(વેસ્ટ) અને નિફ્ટ ગાંધીનગર દ્વારા સંયુકત રીતે સંકલન કરવામાં આવી રહ્યું છે,આ અંગેની વધુ માહિતી માટે નિફ્ટના પ્રતિનિધિ પુલીન દવે મોબાઈલ નં:,૯૯૨૪૮૨૦૨૦૮, લાયન્સ ક્લબ ઓફ જામનગરના પ્રતિનિધિ નિમેષ ધ્રુવ મોબાઈલ નં:,૯૪૨૬૨૫૯૧૫૩, ડો.રાજેન્દ્ર માલવિયા મોબાઈલ નં:,૯૩૭૭૬૧૬૫૨૬,શૈલેષભાઈ ગઢવી મોબાઈલ નં:,૯૪૨૮૪૦૦૭૧૩નો સંપર્ક કરવા નિફ્ટ દ્વારા જણાવવામાં આવે છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.