Mysamachar.in-જામનગર
હાલના સમયમા રાજકારણને અનેક સમીક્ષાજનક રીતે જોવાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એવો પક્ષ છે જે વિશ્વની સૌથી માટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, એટલુ જ નહી સુસંગઠનથી સુશાસન આપવાની પાર્ટીની નેમ છે અને વિશ્વકક્ષાનું નેતૃત્વ છે ત્યારે આવી પાર્ટીના સભ્યને પણ અનોખુ ગૌરવ હોય તે સ્વાભાવિક છે ત્યારે જો આવા પક્ષના મહત્વના હોદેદાર હોય તેમને તો કેવુ આત્મગૌરવ થાય તે સમજી શકાય કેમકે ભાજપમા હોદો અને તેમાય પ્રમુખ પદનો હોદો હોય તે સ્વયં ગરિમાની બાબત છે,
તેમાંય પ્રમુખપદ ઉપર સાલસ સ્વભાવના અને ઉચ્ચ શૈક્ષણિક ડીગ્રી ધરાવનાર વ્યક્તિ બિરાજમાન થાય ત્યારે સોનામાં સુગંધ ભળે તેવુ ચોક્કસ બને છે ત્યારે જામનગર મહાનગર ભાજપ ના અધ્યક્ષ ડો. વિમલ કગથરામા આ યોગાનુયોગ બન્યો છે, તેઓ સ્વયં સાલસ અને પ્રતિષ્ઠીત યુવા નેતા છે અને “સંગઠન બઢે ચલો” નો નારો અપનાવ્યો છે ત્યારે તેમની કાબેલીયતના કારણે જ પક્ષે તેમને પ્રમુખ પદનો તાજ પહેરાવ્યો ત્યારે ડો. વિમલ એમ કહે છે આ જવાબદારી તરીકે હુ લઉ છુ તાજ તરીકે નહી,..
mysamachar.in સાથેની ખાસ વાતચીતમાં જામનગર શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરાએ અનેક મુદાઓની ચર્ચા કરી વિગતો આપી આગામી આયોજનો જણાવ્યા જેમાં હાલ જામનગર મહાનગરપાલિકાની ચુંટણીની તૈયારીઓના મુદા પણ આવરી લેવાયા હતા, શહેર ભાજપનું સુકાન યુવા અને શિક્ષિત અને શૈક્ષણિક વ્યવસાય સાથે સંકળાયેલા ડો.વિમલ કગથરાને સોંપવામાં આવ્યું છે ત્યારે સૌ જાણે છે કે ડો. કગથરા ભાજપના પાયાના કાર્યકર છે, વિમલભાઈની રાજકીય કારકિર્દી વોર્ડના કાર્યકરથી શરુ થઇ છે, કાર્યકર બન્યા બાદ તેવો શિક્ષણ સેલના સહકન્વીનર પદે, યુવા મોરચાના ઉપાધ્યક્ષ પદે, શહેર સંગઠન મહામંત્રી તરીકે અને હવે પક્ષે ડો.વિમલ કગથરાનું શિસ્ત આવડત અને તેની કુનેહ તેની કામ કરવાની અને કાર્યકરો અને નાનાથી માંડી મોટા સુધી સૌ કોઈને સાથે લઈને ચાલવાની આવડત જોઇને શહેર ભાજપ પ્રમુખનું મોભાદાર પદ આપ્યું છે,
mysamachar.in સાથે વાત કરતા તેવો કહે છે કે આગામી ચુંટણી મારા માટે પડકારજનક નથી પણ પરિણામજનક ચોક્કસ હશે કારણ કે ભાજપની કેન્દ્ર અને રાજ્યથી માંડીને સ્થાનિક તમામ જગ્યાએ ભાજપનું શાશન હોવાથી મતદારોનો ઝોક ભાજપ તરફી વધુ રહેશે અને પાછલી ચુંટણી કરતા વધુ મતદાન ભાજપના ઉમેદવારો તરફી મનપાની ચુંટણીમાં થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો,
આ વખતે દરવખતની જેમ સામાન્ય રીતે ઉમેદવારની પસંદગી નહિ થાય, કારણ કે આ વખતે પ્રદેશ પ્રમુખ ખુદ પોતે તમામ બાબતો જીણવટ ભરી માહિતી સાથે જાણે છે, અને આ વખતે નવા અને યુવા ચહેરાઓ જે ચૂંટાયા બાદ સતત વિસ્તારોમાં લોકોના કામો માટે દોડ્યા કરે અને લોકોને ભાજપને મત આપ્યાનો વિશ્વાસ દ્રઢ બને તે દિશામાં કામ કરે તેવા ઉમેદવારોની પ્રાથમિકતા રહેશે તેવું તેમનું માનવું છે, કારણ કે જો લોકોનો સંપર્ક એક વખત ચૂંટાયા બાદ જાળવી રાખવામાં ના આવે તો પક્ષ અને ચૂંટાયેલા ઉમેદવાર બન્ને પર તેની સીધી જ અસરો પડતી હોય છે, માટે ટકોરાબદ્ધ ઉમેદવાર પક્ષની પ્રાથમિકતા હશે અને એક વખત લોકોએ મત આપ્યા બાદ ચુટાયેલા પ્રતિનિધિઓમાંથી અમુકની સક્રિયતા પ્રમાણમાં ઓછી છે તેના બદલે હવે નવી ટીમમાં સુદ્રઢતા આવે તે વધુ જરૂરી છે, (માટે તેનો ઈશારો જુના જોગીઓમાંથી નિષ્ક્રીયની ટીકીટ કપાઈ જાય તો નવાઈ નહિ તેવો હતો)
આવનાર ચુંટણીઓમાં 50 થી વધુ બેઠકોનો લક્ષ્યાંક સિદ્ધ કરવાની ડો.વિમલ કગથરાની ઈચ્છા છે અને તેના માટે પ્રમુખ પોતે તેમજ સમગ્ર ટીમ કામે લાગી છે, આવનાર નવી બોડીના ગઠન બાદ શહેરના વિકાસની વાત અંગે તેવો કહે છે કે બન્ને મંત્રીઓ સાંસદ અને નવી ટીમ સાથે સરકારમાં મળી અને નવી ટીપી સ્કીમો અને રીંગરોડ સૌથી મોટી પ્રાયોરીટી રહેશે જેથી શહેરનો ચોતરફ વિકાસ થયો છે તે દિશામાં આગળ વધી શકાય તેમજ નવા ઉમેરાયેલા વિસ્તારોમાં સંપુર્ણપણે પાયાની અને માળખાગત સુવિધા થાય તેમજ શહેરમા જુદા જુદા જોવાલાયક ફરવા લાયક અને ઉપયોગી સ્થળો બનાવવાની નેમ રહેશે તેમ પણ ઉમેર્યુ હતુ,
કોંગ્રેસનો કેટલો પડકાર રહેશે? તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ પાસે રાજ્ય અને દેશ લેવલે કોઈ એવો ચહેરો નથી, જે લોકોના માનસપટ પર છવાઈ જાય, વધુમાં ભાજપ પાસે પોતાનું સંગઠનનું માળખું છે, તો કોંગ્રેસ દિશાવિહીન વધુ હોય અને આંતરિક ફાટફૂટ ઉપરાંત જે રીતે ભાજપ પાસે માઈક્રો મેનેજમેન્ટ છે તે પ્રમાણે કોંગ્રેસ પાસે મેનેજમેન્ટનો અભાવ છે, ત્યારે આ વખતે પાછલી ચુંટણી કરતા મતદારોનો વિશ્વાસ જે રીતે અઢી દાયકાથી ભાજપ તરફી રહ્યો છે તેમાં વધારો થશે અને શહેરીજનો જંગી લીડથી દરેક વોર્ડની પેનલોને વિજેતા બનાવશે,
આ વખતે યુવા મતદારોની સંખ્યા ખુબ વધી છે તે પણ પહેલી વખત વોટ આપશે જે ભાજપ તરફી વધુ ઝુકાવ રહેશે જે પણ મહત્વનુ પાસુ બની રહેશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી એકંદર પક્ષના સંગઠન હોદેદારો આગેવાનો ધારાસભ્યો સંસદસભ્ય તેમજ વોર્ડવારના દરેક સભ્યો સહિત સૌ એકજુથ થઇ પક્ષને મજબુત બનાવી રહ્યા છે જે પક્ષની સમરસતા ઉજાગર કરે છે ત્યારે એકસુત્રતાથી સૌનુ સંકલન થાય સૌનો ઉત્સાહ જળવાય સૌનુ સન્માન જળવાય અને સૌ એકજુથ હોય તે દિશાની રચનાત્મકતાની આગેવાનીનો ગુણ ડો. કગથરાની હાલની કાર્યશૈલી જોતા ઉભરી આવી છે તેમ રાજકીય વિશ્લેષકોનું તારણ છે આ જ કાર્યશૈલી જામનગર શહેર ભાજપ સંગઠનને વધુ મજબુતી આપશે તેમ પક્ષના આગેવાનોનો સૂર છે.