Mysamachar.in:દેવભૂમિ દ્વારકા:
એક કડક અધિકારી કેવા હોય તેનો દાખલો દેવભૂમિ દ્વારકા એસ.પી.સુનીલ જોશીએ બેસાડી દીધો છે, વાત છે પોલીસમથકમાં પોલીસકર્મીઓના જુગારકાંડના વાઈરલ થયેલા ઓડિયો અને વિડીયોની દ્વારકા એસ.પી સુનીલ જોશીને આ બાબત સામે આવતા તેવોએ તત્કાલ ગઈકાલે આ પ્રકરણની તપાસ દ્વારકા એલસીબી પીઆઈ જે.એમ.ચાવડાને સોંપી દીધી હતી અને ચાવડાએ પ્રાથમિક રીપોર્ટ કરતા એસ.પી.સુનીલ જોશીએ કડક પગલું ભરી ખંભાલિયા પોલીસ મથકના 4 પોલીસકર્મીઓ સુખુભા, દિલીપસિંહ, હરદીપસિંહ, અને શક્તિસિંહને સસ્પેન્ડ કરવાનો જયારે અન્ય 3 પોલીસકર્મીઓની કામગીરીને લઈને તેને બદલી કરવાનો આદેશ માત્ર 24 કલાકના સમયગાળામાં કરી નાખતા દ્વારકા પોલીસબેડામાં હવે કોઈની કારી નહિ ફાવે તેવું ચિત્ર સ્પષ્ટ થઇ ચુક્યું છે.