Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ જામનગર જીલ્લાના જોડિયા ખાતે ગતરોજ લેન્ડીંગ પોઈન્ટની તપાસ સહીત કેટલાક શખ્સોની તપાસ પૂછપરછ માટે પહોચ્યા હતા દરમિયાન થોડા સમય પૂર્વે એટીએસ દ્વારા મોરબી જીલ્લાના જીજુડા ગામેથી ઝડપાયેલા ડ્રગ્ઝ પ્રકરણના આરોપીના ઘરે તપાસ પૂછપરછ માટે પહોચ્યા હતા, જ્યાં બે માળના મકાન અંગેના લાઈટ બીલ સહિતના પુરાવાઓ એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા માંગવામાં આવતા હાજર પરિવારે લાઈટ બીલ જોવા માટે આપ્યું હતું, તો એક કનેક્શનમાં 250 જેટલું જયારે બીજા કનેક્શનમાં 500 જેટલું બીલ જોવા મળતા ખુદ એસ.પી.પણ ચોંકી ઉઠ્યા હતા કે આવી જાહોજલાલી અને આટલું બીલ શક્ય જ નથી,
કારણ કે એસપી ને ધ્યાને આવ્યું કે બે માળના મકાનમાં તમામ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે બે એસી, ફ્રીજ, ઘરઘંટી, ૩૦ જેટલી લાઈટો હોવાની સામે આટલું ઓછું બીલ કઈ રીતે શક્ય બને જે બાદ આ અંગે પીજીવીસીએલ જામનગર અધિક્ષક કે..આર.પરીખ ને આ મામલે જાણ કરવામાં આવતા તેવોએ આ મામલાને ગંભીરતાથી લઈને તાકીદે જોડીયાના ઈજનેરને જરૂરી સૂચનાઓ આપી કાર્યવાહી કરવા જણાવતા પીજીવીસીએલ ટીમે સ્થળ પર પહોચી તપાસ કરતા બે આસામીના મીટર પાછળ ટેમ્પર કરેલ હોવાનું સામે આવતા એક કેસમાં 2.80 લાખ અને બીજા કેસમાં 2.65 લાખનું બીલ ફટકારી બન્ને મીટર કનેક્શન કાપી નાખવામાં આવ્યા પીજીવીસીએલ જામનગર અધિક્ષક કે..આર.પરીખે જણાવ્યું હતું.