Mysamachar.in-રાજકોટ:
ગોંડલના દેરડી ગામના એક આધેડને જીવતા સળગાવી દઈને હત્યાના પ્રયાસનો ચકચારી બનાવ આજે સામે આવ્યો છે. પોતે આપેલા 20 હજારની ઉઘરાણી કરવા ગયેલા આધેડને જીવતા સળગાવી દેવાયા હતા. હાલ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,
પ્રાપ્ત માહિતી અનુસાર, ગોંડલ દેરડી કુંભાજી ધાર વિસ્તારમાં રહેતા ભનુભાઈ વીરાભાઈ ચાવડા ગત સાંજે પાટખિલોરી ગામે ગયા હતા. તેઓ આ ગામે પોતાનું બાકી લેણુ લેવા ગયા હતા. ત્યારે ઉઘરાણી કરતા સમયે જેની પાસે ઉઘરાણી માટે ગયા હતા તેની સાથે ડખો થયો હતો,
પાટખિલોરી ગામે રહેતા કાના નામના વ્યક્તિને મકાનની જરૂરિયાત માટે 20 હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા. હાલ તેમને રૂપિયાની જરૂરિયાત હોઈ તેઓ પોતાના રૂપિયાની ઉઘરાણી કરવા ગયા હતા. કાના સાથે આ સમયે કાનાના માસી શારદાબેન પણ તેના ઘરે હતા. તેથી કાના તેની સાથેના કેટલાક શખ્સોએ મળીને ભનુભાઈને આગ ચાંપી સળગાવી દઈને મારી નાખવાનો પ્રયાસ કરતા ગંભીરરીતે દાજી ગયેલ ભનુભાઈની હાલ રાજકોટમાં સારવાર ચાલી રહી છે,
પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. રૂપિયાની લેતીદેતી મામલે જ આગ ચંપી કરાઈ છે, કે અન્ય કોઈ મામલામાં આ બનાવ બન્યો છે તે અંગે પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.