Mysamachar.in-રાજકોટ:
પશ્ચિમ રેલવેના મુંબઈ સબર્બન વિસ્તારમાં બોરીવલી–કાંદિવલી સેક્શન વચ્ચે 6ઠ્ઠી લાઇનના કામને ધ્યાનમાં રાખીને 20 ડિસેમ્બર, 2025 થી 30 દિવસના સમયગાળા માટે ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જેની વિગતો નીચે મુજબ છે:
રીશેડ્યૂલ કરવામાં આવેલી ટ્રેનો:
ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ રીશેડ્યૂલ થવાને કારણે વેરાવળથી નીચે મુજબ મોડી ઉપડશે: 27.12.2025 ના રોજ: 01 કલાક, 10.01.2026 ના રોજ: 45 મિનિટ, 15.01.2026 ના રોજ: 45 મિનિટ અને 16.01.2026 ના રોજ: 30 મિનિટ.
માર્ગમાં રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેનો:
27.12.2025 ના રોજ હાપાથી ઉપડનારી ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ માર્ગમાં 45 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
28.12.2025, 29.12.2025, 10.01.2026 અને 15.01.2026 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ માર્ગમાં 30 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે, એટલે કે માર્ગમાં મોડી પડશે.
ટ્રેનોના સ્ટોપેજ રદ થવા બાબત:
27.12.2025 ના રોજ ઓખાથી ઉપડતી ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ બોરીવલી સ્ટેશન પર ઉભી રહેશે નહીં. બોરીવલીના બદલે આ ટ્રેન એક દિવસ માટે વસઈ રોડ અને અંધેરી સ્ટેશનો પર ઉભી રહેશે.
વસઈ રોડ સ્ટેશન: આગમન 03.22 કલાકે અને પ્રસ્થાન 03.34 કલાકે.
અંધેરી સ્ટેશન: આગમન 04.12 કલાકે અને પ્રસ્થાન 04.14 કલાકે





















































