• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Monday, June 30, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

….તો શું ખંભાળિયાને નવી મેડિકલ કોલેજ નહીં મળે ?!

My Samachar by My Samachar
October 11, 2023
in દેવભૂમિ દ્વારકા
Reading Time: 1 min read
A A
….તો શું ખંભાળિયાને નવી મેડિકલ કોલેજ નહીં મળે ?!
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા;

એક તરફ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ સહિત સમગ્ર રાજયમાં તબીબોની અછત છે. બીજી તરફ રાજયમાં નવી નવી મેડિકલ કોલેજો ધડાધડ બની રહી છે. ત્રીજી તરફ, રાજ્ય સરકાર વિવિધ જિલ્લાઓમાં આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા નવી મેડિકલ કોલેજો બનાવવામાં આવશે, એ મતલબના લોકોને આશ્વાસન આપી રહી છે અને ચોરસની ચોથી બાજુ એવી છે કે, હવે રાજયમાં નવી મેડિકલ કોલેજ ખોલી ન શકાય, એવી સ્થિતિ નેશનલ મેડિકલ કમિશનની ગાઈડલાઈનને કારણે સર્જાવા જઈ રહી છે! તો હવે, આગામી દિવસોમાં નવી મેડિકલ કોલેજો બની શકશે કે કેમ  ?! તે મુદ્દો ચર્ચાઓમાં આવ્યો છે.  

નેશનલ મેડિકલ કમિશનની ગાઈડલાઈન એવી છે કે, દેશના દરેક રાજયમાં દર 10,000ની વસતિએ મેડિકલ કોલેજમાં અન્ડર ગ્રેજ્યુએટની ઓછામાં ઓછી એક બેઠક હોવી જોઈએ. વસતિની દ્રષ્ટિએ વિચારીએ તો, ગુજરાતમાં મેડિકલ કોલેજની સંખ્યા અને તેથી બેઠકોની સંખ્યા પૂરતી છે. તેથી હવે જો નવી મેડિકલ કોલેજ બને તો કમિશનની આ ગાઈડલાઈન ન જળવાય. જેથી નવી મેડિકલ કોલેજોની રચના સામે હાલ પ્રશ્નાર્થ ઉભો થયો છે.

રાજય સરકારે થોડાં સમય અગાઉ એવી જાહેરાત કરી હતી કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા, બોટાદ જિલ્લાના મુખ્ય મથક બોટાદ ખાતે અને ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે નવી મેડિકલ કોલેજોનું નિર્માણ થશે. આ જાહેરાતને કારણે સ્થાનિક લોકોમાં ઉમંગનો સંચાર થયો છે. અને એવી પણ લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે કે, આ ત્રણ મથકોએ ખાનગી નહીં પણ સરકારી મેડિકલ કોલેજ બનવી જોઈએ. જો કે આ દરમિયાન નેશનલ મેડિકલ કમિશનની ગાઈડલાઈન ચર્ચાઓમાં આવતાં મામલો ગૂંચવાયો હોવાનું જાણવા મળે છે. હાલ અનિશ્ચિતતાના વાદળો સર્જાયા હોવાનું બહાર આવ્યું છે. 

ઓક્ટોબર,2023ની સ્થિતિએ રાજયમાં અન્ડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં મેડિકલ બેઠકોની સંખ્યા 7,050 છે. રાજયમાં સરકારી અને ખાનગી મેડિકલ કોલેજની સંખ્યા 39 છે. જેમાં કુલ 6,850 બેઠક છે. આ ઉપરાંત બે મેડિકલ ઈન્સ્ટીટયૂટ છે. જેમાં 200 બેઠક છે. જે નેશનલ એડમિશન કવોટા ધરાવે છે. જેમાં રાજકોટ AIIMS અને સુમનદીપ વિદ્યાપીઠ, વાઘોડિયાનો સમાવેશ થાય છે.

નેશનલ મેડિકલ કમિશન દ્વારા મિનિમમ સ્ટાન્ડર્ડ રિકવાયરમેન્ટ જાહેર કરવામાં આવેલ છે. સારાં તબીબી શિક્ષણ માટે બેઠકોની સંખ્યા નિર્ધારીત કરવામાં આવે છે. અને આ સ્ટાન્ડર્ડ મુજબ રાજયમાં વસતિની સરખામણીએ પૂરતી તબીબી બેઠકો છે. જો કે નિષ્ણાંતો એવી દલીલ કરે છે કે, અન્ય વિકસિત રાજયોની સરખામણીએ ગુજરાતમાં તબીબી અભ્યાસક્રમ માટેની બેઠકોની સંખ્યા ઓછી છે. જે વધારવી જરૂરી છે. 

અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે, રાજય સરકાર બોટાદ, ખંભાળિયા અને વેરાવળમાં નવી મેડિકલ કોલેજો માટે વિવિધ ટ્રસ્ટો સાથે વાટાઘાટો ચલાવી રહી છે. આ પ્રકારના ટ્રસ્ટની સંખ્યા 11 હોવાનું પણ જાણવા મળે છે. તેનો અર્થ એ પણ થઈ શકે કે, આ ત્રણમાંથી એક પણ શહેરમાં સરકારી મેડિકલ કોલેજ નહીં બને.

SendShareTweetShare

Join Us on Social

Recent News

અમદાવાદમાં અગનગોળો બનેલું વિમાન વર્ષોથી ચર્ચાઓમાં !!

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ ‘ બધાં જ ‘ એંગલથી: સરકાર

June 30, 2025
જામનગર:રૂ. 887 કરોડનો ઉર્જા પ્રોજેક્ટ અને રૂ. 200 કરોડના 2 વીજપ્રોજેક્ટ કાર્યરત થયા

જામનગર વીજતંત્રના ફલ્લા સબડિવિઝનને મંજૂરી..

June 30, 2025
જામનગર સહિત રાજ્યમાં બોગસ દસ્તાવેજ અટકાવવા…

અસંખ્ય સોસાયટીમાં ઘણી બધી સમસ્યાઓ હોય છે : ઉપાય શું ?

June 30, 2025
રાજ્ય સરકારના કર્મચારીઓ આનંદો, મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-2024થી 4 ટકાનો વધારો જાહેર

રાજ્ય સરકારના આ નિર્ણયથી નાના અને મધ્યમ વર્ગીય લોકોને થશે ફાયદો

June 30, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

અમદાવાદમાં અગનગોળો બનેલું વિમાન વર્ષોથી ચર્ચાઓમાં !!

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ ‘ બધાં જ ‘ એંગલથી: સરકાર

June 30, 2025
જામનગર:રૂ. 887 કરોડનો ઉર્જા પ્રોજેક્ટ અને રૂ. 200 કરોડના 2 વીજપ્રોજેક્ટ કાર્યરત થયા

જામનગર વીજતંત્રના ફલ્લા સબડિવિઝનને મંજૂરી..

June 30, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®