Mysamachar.in-જામનગર
જમીનના અનેક પ્રકરણ રાજ્યકક્ષાએ પહોંચે ત્યારે સ્થાનિક નેતાની ઓથ હોય પરંતુ જેના વિભાગનુ કામ હોય તેવા મંત્રી આડા ફાટે તો પ્રકરણો પેન્ડીંગ રહે પરત પણ આવે તો વળી અમુક ચબરાક ડેવલપર ગાંધીનગરમા ભાગીદારી જેવી સારી ઓફર કરવામા માહીર છે,. તેનુ ચાલ્યા રાખે છે કેમકે તેવા અતિ સદ્વરની નીચે પાંચ પચ્ચીસ નાના-મોટા અનેક નભતા હોય તેઓ આ મોટા ના નાણા ફેરવતા હોય છે, તેમાંથી નફો રળતા હોય જે નફામા અનેકના દૂર-દૂર સુધી હિસ્સા હોય છે, જે સમગ્ર વ્યવહારો ખુબ જ ખાનગી રીતે અને વિશ્ર્વાસથી ચાલ્યા રાખતા હોય છે, બીજી તરફ અત્યંત ખાનગી રાહે જાણવા મળેલી હકીકતો મુજબ સ્થાનિક અમુક બિલ્ડરો ,બહારના રોકાણકારો અને રાજકીય સહિત જુદા-જુદા ક્ષેત્રોના ગઠબંધનની બાબતો આર્શ્ર્યકારક છે જેના દ્વારા અમુક નવા સમીકરણો અને સંબંધો અને અઢળક નાણા વ્યવહારની બાબતો ખુલ્લી પડવા જઇ રહી છે,
ખાસ કરીને જામનગરની હદ વધ્યાનો લાભ અને લ્હાવો લેવામા ચોક્કસ માર્ગદર્શન હેઠળ અનેક મોટા માથાઓએ લગડી જમીનો કબજે કર્યાનુ સુત્રો જણાવે છે અને હજુ અમુક વિગતો જેમા જુદી-જુદી સાઇટ,જામનગરથી ગાંધીનગર સુધીનુ ગઠબંધન,લગડી જમીન ચુપચાપ ક્લીયર કરાવ્યાની અને એ ઉપરાંત આ ક્ષેત્રના આકાઓનો હવે ડોળો ક્યા છે., તેવી અનેક બાબતો ઉપરથી પુરાવા સાથે ટુંક સમયમા પરદો ઉઠવાની શક્યતા છે સિવાય કે ” માથા” મોટા પ્રકરણો દબાવી દે તો બહાર આવતા વિલંબ પણ થઇ શકે. રીયલ એસ્ટેટની મંદી એ આ ક્ષેત્રના અનેક ધંધાર્થી ઓને ઘર ભેગા કર્યા કાંતો શાંતિથી બેસી રહેવા મજબુર કર્યા કાંતો બીજા ધંધા તરફ વાળતા અનેકને મંદીનુ તોફાન ઉડાડી ગ્યુ હોવાનુ જાણકારોમાં ચર્ચાય છે.