Mysamachar.in-જામનગર:
દેશના સૈન્યની ત્રણ પાંખોમાં હવાઈ પાંખ એટલે કે ભારતીય વાયુસેના… આ સેના પાસે જબરી શક્તિ છે, એવામાં જામનગર માટે તો ગૌરવની વાત એ છે કે જામનગરમાં તો સૈન્યની ત્રણેય પાંખોના મથકો આવેલ છે, એવામાં આગામી તારીખ 11 અને 12 નવેમ્બરના રોજ જામનગરના આકાશમાં (IAF) ની “સૂર્ય કિરણ” એરોબેટિક ટીમ (SKAT) દ્વારા સવારે 9:30 કલાકે ડ્રાંઇવ ઈન એર-શો ડિસ્પ્લે પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે,
કાર્યક્રમમા એરફોર્સના અલગ અલગ એરક્રાફ્ટ SKAT સૂર્ય કીરણ ટીમ દ્વારા અદભૂત અને આકર્ષક કરતબો પ્રદર્શિત કરવામાં આવશે. જામનગર શહેરના તમામ લોકો જે આવા એર-શોને નિહાળી શકે તે માટે આ શો નુ ડિસ્પ્લે નિહાળવા વાયુ સેનાની સૂર્ય કિરણ ટિમ દ્વારા સ્વામિનારાયણ ફિઝિ્યોથેરાપી કોલેજ એરપોર્ટ રોડ ફૂડ ઝોન આદિનાથ પાર્ક પાસેના બે સ્થળો પર શહેરીજનોને આમંત્રિત કરાયા હોવાનું જામનગર એરફોર્સની યાદીમાં જણાવાયું છે.