Mysamachar.in-જામનગર
જામનગર નજીક આવેલ સિક્કા ગામમાં શ્રી દિગ્વિજય ગ્રામ પંચાયત સંચાલીત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમા મહાવીરસિંહ અખુભા જાડેજા પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવે છે, અને હાલ કોલેજમાં હાલમા એસ.વાય.બી.કોમ સેમ-3, ની પરીક્ષા ચાલુ હોય જેનુ બીઝનેશ કોમ્યુનીકેશન પેપર ચાલુ હોય અને આ દરમિયાન પેપર આપવા માટે આવેલ સિક્કા ગામના અક્ષય હસમુખભાઈ વાઘેલા હોય તેની પાછળ બેસેલ વિધાર્થીના પેપરમાંથી કોપી કરતો હોય જે કોપી કરવાની પ્રિન્સીપાલએ ના પાડી અને આગળ ની બેંચ ઉપર બેસી પરીક્ષા આપવાનુ કહેતા અક્ષય વાઘેલા ઉશ્કેરાય ગયો હતો અને પ્રિન્સીપાલ સાથે ઉધ્ધતાઈ ભર્યુ વર્તન કરી નથી બેસવુ, થાય તે કરી લો તેમ કહી પ્રિન્સીપાલએ ઉતરવાહી માંગતા નહી આપી અને ધકકો મારી પછાડી દઈ અને તેની સાથે ઝપાઝપી કરી અને ડાબા હાથ ની આંગળી મા મુંઢ ઇજા કરી પ્રિન્સીપાલની કાયદેસરની ફરજમા રુકાવટ કરી નાશી જવા અંગે સિક્કા પોલીસ મથકમાં ઇપીકો કલમ 186, 323, 332, ફરિયાદ નોંધાઈ છે.