Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
શિવરાજપુર બીચને ડેનમાર્કના ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન (એફઇઈ) તરફથી આઇકોનિક બ્લ્યુ ફ્લેગ માન્યતા પ્રાપ્ત કરવામાં છે, જેની સિદ્ધિઓમાં હજી એક કલગીનો ઉમેરો કર્યો છે. ગુજરાત પ્રવાસન નિ.લી.ના સહયોગથી ગાંધીનગર ખાતે ટુરીઝમ એવોર્ડ 2020ની જાહેરાત કરવામાં આવેલ જેમાં મુખ્યમંત્રીના વરદ હસ્તે શીવરાજપુર બીચને ગુજરાતનો બેસ્ટ બીચનો ટુરીઝમ એવોર્ડ 2020 દેવભૂમિ દ્વારકા જિલ્લાને એનાયત કરવામાં આવેલ છે.
આ બીચ ચાર મુખ્ય પરિબળો- પર્યાવરણીય શિક્ષણ અને માહિતી, નહાવાના પાણીની ગુણવત્તા, પર્યાવરણ વ્યવસ્થાપન અને સંરક્ષણ અને સલામતી અને દરિયા કિનારા પર સુરક્ષા અને સેવાના આવા 34 કડક પર્યાવરણીય માપદંડો સાથે મેળ ખાય અને આની ભલામણો પ્રસિદ્ધ પર્યાવરણવિદો અને વૈજ્ઞાનિકોની બનેલી સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય જ્યુરી દ્વારા કરવામાં આવે ત્યારે બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેટ આપવામાં આવે છે. કલેક્ટર દેવભૂમિ દ્વારકાના માર્ગદર્શન નીચે શિવરાજપુર બીચને આંતરરાષ્ટ્રીય બ્લ્યુ ફલેગ બીચની માન્યતા મળેલ છે તેમજ ગુજરાતના શ્રેષ્ઠ બીચ તરીકે વિકાસ કરવામાં આવેલ છે. જેની સફળતારૂપે શિવરાજપુર બીચને ગુજરાતના ઉત્તમ બીચનો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.
બ્લ્યુ ફ્લેગ બીચને વિશ્વનો સૌથી સ્વચ્છ બીચ માનવામાં આવે છે અને આ પ્રખ્યાત માન્યતા સાથે શિવરાજપુર બીચે હવે વૈશ્વિક નકશા પર પોતાનો વિશ્વના સૌથી સ્વચ્છ બીચ તરીકેનું સ્થાન મેળવ્યુ છે. આ બેસ્ટ બીચને ટુરીઝમ એવોર્ડ 2020 મળવાથી શીવરાજપુર બીચની પ્રતિષ્ઠામાં વધારો થયેલ છે. આ બીચની મુલાકાત લેવા વધારેમાં વધારે ટુરીસ્ટોને લાભ લેવા કલેકટર નરેન્દ્રકુમાર મીનાએ અનુરોધ કર્યો છે.