Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દ્વારકાધિશના ચરણોમાં શીશ નમાવી, શિવરાજપુર બ્લુ ફલેગ બીચ ખાતે 20 કરોડના ખર્ચે પ્રથમ ફેઝમાં નિર્માણ કરવામાં આવનાર પ્રવાસી સુવિધાઓનું ખાતમુહૂર્ત તથા તખ્તીનું અનાવરણ કરી બીચના પ્રોજેકટ મોડેલનું નિરીક્ષણ કર્યું હતુ. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ફેઝ-2માં શિવરાજપુર બીચને 80 કરોડના ખર્ચે વધુ સુવિધાયુકત બનાવવામાં આવશે. આમ 100 કરોડના ખર્ચે શિવરાજપુર બીચને આંતરરાષ્ટ્રીય સ્તરનું બીચ બનાવવામાં આવશે. શિવરાજપુર બીચને ગોવાના બીચ કરતાં પણ વધુ સુવિધાયુક્ત બનાવવામાં આવશે. ગુજરાતમાં ટુરિઝમ દ્વારા સર્વિસ સેક્ટરનું મહત્વ વધ્યું છે. શિવરાજપુર બીચ દ્વારા રોજગારીની નવિન તકો ઉત્પન્ન થશે, સ્થાંનિક યુવાનોને અનેકવિધ પ્રવૃત્તિઓ થકી રોજગાર પ્રાપ્ત થશે. પ્રવાસન સેકટર દ્વારા સંપૂર્ણ ઇકોનોમી સાયકલને વેગ મળશે.સસ્ટેનેબલ ડેવલપમેન્ટના મંત્ર સાથે પ્રવાસન દ્વારા ગુજરાતની ઇકોનોમીને બુસ્ટ મળશે.
વિજય રૂપાણીએ વૈશ્વિક વિકાસના રોલ મોડેલ બનેલા ગુજરાતની વિશ્વખ્યાપતિમાં હવે નવો કિર્તિમાન ગ્લોેબલ ચોઇસ ફોર ટુરીઝમ પ્રસ્થાએપિત કરવાની નેમ સાથે નવી પ્રવાસન નિતિ જાહેર કરી છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, નવી ટુરીઝમ પોલીસીમાં ગુજરાતની પ્રાકૃતિક, સાંસ્કૃઇતિક અને ભૌગોલિક સમૃધ્ધિેને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારના ટુરીઝમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જેમાં કેરેવાન ટુરિઝમ, મેડિકલ ટુરિઝમ, વેલનેસ ટુરિઝમ, એમ.આઇ.સી.ઇ. ટુરિઝમ, એડવેન્ચવર એન્ડ વાઇલ્ડર લાઇફ ટુરિઝમ, કોસ્ટલ એન્ડઝ ક્રુઝ ટુરીઝમ, રીલીજીયસ / સ્પિજરિચ્યુસઅલ ટુરિઝમ તેમજ રૂરલ બેઝડ એક્સપિરિયન્સય ટુરિઝમનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નવી ટુરિઝમ પોલીસી મુજબ ટુરિઝમ વિસ્તારમાં કોઈ હોટેલ બનાવશે તો સરકાર 20 ટકા સબસિડી આપશે. આમ નવી ટુરિઝમ પોલીસી પ્રવાસનના વિકાસને વેગ મળશે. આ સાથે સ્થાનિક રોજગારીની તકોમાં વધારો કરવાના હેતુથી રાજય સરકાર હોટેલો, રીસોર્ટસ, અને ટુર ઓપરેટરોને ટુરીસ્ટ ગાઇડસને નિયુકત કરવામાં સહયોગ કરશે. આ માટે હોટેલ-રીસોર્ટસને ટુરીસ્ટ ગાઇડસને નિયુકત કરવા માટે દર મહિને વ્યકતિદિઠ મહતમ રૂા.4000/- ની નાણાંકિય સહાયતા છ મહિના સુધી રાજય સરકાર દ્વારા આપવામાં આવશે. આ તકે સાંસદ પુનમબેન માડમે સરકારનો આભાર વ્યક્ત કરતા કહયું હતું કે, દ્વારકા જિલ્લો પશ્વિમ વિસ્તાારનો છેવાડાનો જિલ્લો છે પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્રકભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ હેઠળ આ જિલ્લાના વિકાસને વેગ મળ્યો છે.
ગુજરાત ટુરીઝમ એવોર્ડ-2020માં દેવભૂમિ દ્વારકાને શ્રેષ્ઠ તિર્થસ્થાનનો તેમજ શિવરાજપુર બીચને બેસ્ટૃ બીચનો ટુરીઝમ એવોર્ડ પ્રાપ્ત થયો છે જે મુખ્યમંત્રીના હસ્તે કલેકટર ડો. નરેન્દ્ર કુમાર મીનાને આજરોજ એનાયત કરાયા હતા. આ પ્રસંગે પ્રવાસન વિભાગના એમ.ડી. જેનુ દેવાને પ્રાસંગિક પ્રવચન કરી મહાનુભાવોને આવકાર્યા હતા જયારે કલેકટર ડો. નરેન્દ્ર મીનાએ આભાર વ્યકત કર્યો હતો.