Mysamachar.in-જામનગર:
લોકરક્ષક દળની પરીક્ષામાં પેપર લીક મામલે સમગ્ર ગુજરાતમાં શિક્ષિત બેરોજગાર યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે,
તેવામાં આજે જામનગર યુવક કોંગ્રેસના પ્રમુખ તૌસીફખાન પઠાણ, ઉપપ્રમુખ શક્તિસિંહ જેઠવા, ઉપપ્રમુખ દિવ્યરાજસિંહ ચૌહાણ, તેમજ N.S.U.I.ના પ્રમુખ મહિપાલસિંહ જાડેજા Mysamachar.in ની ખાસ મુલાકાત લીધી હતી,
ત્યારે કોંગ્રેસના આ યુવા નેતાઓએ પેપર લીક કાંડ મામલે જબરો રોષ ઠાલવતા જણાવ્યુ હતું કે,ગુજરાતમાં બેરોજગારીનો કપરો સમય ચાલી રહ્યો છે.આ પરીક્ષામાં ૯ હજારની સામે ૯ લાખ યુવાનોએ જ્યારે પરીક્ષા આપવા માટે મહેનત કરી, વતનથી દૂર પણ પરીક્ષા આપવા જતાં હોય ત્યારે ગુજરાત સરકારે આ બેરોજગાર યુવાનોનો સોદ્દો કર્યો છે તેવા આક્ષેપો કર્યા છે અને પરીક્ષા પહેલા સી.સી.ટી.વી.કેમેરા, સ્ટ્રોંગરૂમમાં કડક સુરક્ષા વચ્ચે જો પેપર ફૂટે તેના માટે ક્યાકને ક્યાક સરકારના મળતીયાઑ સંડોવાયેલા હોય, સરકાર જ આ માટે જવાબદાર હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે,
જામનગર કોંગ્રેસનાં યુવા નેતાઓએ પેપર લીક કાંડ મામલે સીટીંગ હાઇકોર્ટના જજની કમિટી બનાવીને જવાબદારો સામે પગલાં ભરવાની લાખો શિક્ષિત બેરોજગારોના હિતમાં માંગણી કરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.