Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
સંવદેનશીલતાની દ્રષ્ટીએ દ્વારકા જિલ્લાને ખુબ મહત્વનો એટલા માટે માનવામાં આવે છે, કારણ કે જગતમંદિર દ્વારકા, લાંબો દરીયાકીનારો, ટાપુઓ, મોટી મોટી રીફાઈનરીઓ સહિતના આ જીલ્લામાં છે, ત્યારે સુરક્ષા એજન્સીઓ પણ આ જીલ્લાની સંવેદનશીલતાને લઈને હંમેશા સતર્ક જ હોય છે, છતાં પણ ક્યારેક કોઈ ચૂક ભારે પડી શકે..કારણ કે આ જીલ્લાના દરિયાઈ માર્ગો તેના સાક્ષી છે, હજુ તો ગઈકાલે જ સલાયામાં સામે આવ્યું કે જ્યાં બોટનું રજીસ્ટ્રેશન ખોટું હોવા છતાં આ બોટ બે માસ સુધી દરિયામાં માછીમારી કરતી રહી…એવામાં જીલ્લામાં શું કંડમ બોટના નંબરોને અને નામને લઈને કૌભાંડ ચાલતું હશે તે બાબત વિચારતા કરી દે તેવી છે,
લોકડાઉનના સમયમાં પોલીસ તથા દેવભૂમિ જિલ્લાના ઓખાના તટરક્ષક દળનો સ્ટાફ ચેકીંગ તથા સર્વની કામગીરી કરતો હતો ત્યારે બે કૌભાંડ ચોંકાવનારા બહાર આવતા અત્યંત સંવેદનશીલ આ બાબતોના પ્રત્યાઘાતો છેક ગૃહ વિભાગ સુધી પડયા હતા, ત્યારે સંવેદનશીલ દ્વારકા જિલ્લામાં આ રેકેટ કોની ઓથમાં ચાલે છે? તે સવાલ ઉઠ્યો છે અને ફીશરીઝ વિભાગનુ મૌન પણ અકળ છે.
ઓખાથી બોટ લઈને અન્ય વિસ્તારોમાં અને પાકિસ્તાન પણ જતા કેટલાક બોટવાળાઓએ બોટકૌભાંડનો નવો આઈડીયા પોલીસના ધ્યાનમાં જે તે સમયે આવ્યો હતો, બોટનું નવું રજીસ્ટ્રેશન થાય ત્યારે તેમાં નામ તથા રજીસ્ટ્રેશન થાય ત્યારે તેમાં નામ તથા રજીસ્ટે્રશન નંબર તથા બુક ના કાગળો અપાઈ છે. જેવું કામ ફિશરીઝ વિભાગ કરે છે. હવે કોઈ બોટ તૂટી જાય કે અકસ્માત થાય ત્યારે આ નકામી થયેલી બોટનું રજીસ્ટ્રેશન તથા નામનો ઉપયોગ બીજી બોટમાં કરાઈ છે.
તથા કલરકામ કરીને તેનું નામ નંબર બદલીને ઉપયોગમાં લેવાતું હોવાનું થોડા સમય પૂર્વે પણ સામે આવ્યું હતું જો કે આપણી સુરક્ષા એજન્સીઓ હમેશા સતર્ક હોય છે માટે ક્યારેય ઉની આંચ પણ આવતી નથી પણ આવા કૌભાંડો ચાલે છે કે કેમ તે દિશામાં લગત તમામ તંત્રોએ સંયુક્ત તપાસ હાથ ધરવી જરૂરી હોય તેમ જાણકારો માને છે.