Mysamachar.in-રાજકોટ:
સૌરાષ્ટ્રમાં હમણાં હમણાં તો જાણે ઢોંગી તાંત્રિક બાબાઓની ચૂંગાલમાં ફસાયેલ હોય તેમ એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે,જેમાં મોટાભાગે વેપારીઓ જ કોઈ ને કોઈ લાલચમાં આવી ને ઢોંગી તાંત્રિકો ના શિકાર બની રહ્યા છે,તાજેતરમાં જ જામનગરના કહેવાતા તાંત્રિક બાબાનો પોરબંદરનો યુવક શિકાર બનીને ૧૧ લાખ ગુમાવ્યા બાદ જૂનાગઢના સોની વેપારી અંધશ્રદ્ધામાં ફસાઇને ૪ કરોડનું બુચ તાંત્રિક બાબાએ મારીને ફરાર થઈ ગયાની ઘટના ગઇકાલની છે,
ત્યાં જ રાજકોટના સોની વેપારીઓને પૈસા અને સોનું ડબલ કરી આપવાની લાલચ આપીને દોઢ કરોડની છેતરપીંડી આચરનાર ઢોંગી તાંત્રિક બાબાને ઝડપી લેવામાં રાજકોટ પોલીસને સફળતા મળી છે,
તાંત્રિક બાબાના કારનામાની મળતી વિગત મુજબ રાજકોટમાં બંગાળી સોની વેપારીઓ વસવાટ કરતાં હોય તેની સંપૂર્ણ માહિતી મેળવીને મૂળ પશ્ચિમ બંગાળના સરીફુદ્દીન ઉર્ફે બાબુ સિરાજુલ ખાન નામનો કહેવાતો તાંત્રિક બાબા પોતાના મળતીયાઓ મારફત આ સોની વેપારીઓને પોતાની માયાજાળમાં ફસાવીને તંત્રમંત્ર વિધિ કરી ધંધામાં બરકત લાવી આપશે અને પૈસા તથા સોનું ડબલ કરી આપશે,તેવું જણાવીને રાજકોટની સોની વેપારીઑ પાસેથી એકથી દોઢ કરોડની છેતરપીંડી આચરવામાં આવી હતી,
આ મામલે તાજેતરમાં રાજકોટના સોની વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી,તાંત્રિક વિધિના નામે સરિફુદ્દીન ખાન સુરત ખાતે રહીને પોતાના મળતીયાઑ મારફત રાજકોટ વારંવાર આવતો હતો અને સોની વેપારીને ફસાવતો હતો,
તેવામાં રાજકોટ પોલીસે સુરત ખાતે દરોડા પાડીને આ ઢોંગી તાંત્રિક બાબાને ઝડપી લઈને તેના કબ્જામાંથી રોકડા ૨.૫૫ લાખ સોનું મળીને ૬.૭૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરી રાજકોટ લઈ આવવામાં આવ્યો છે અને તાંત્રિક વિધિના નામે કેટલા લોકોને અત્યાર સુધીમાં શીશામાં ઉતારવામાં આવ્યા છે,તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે,ત્યારે નવા ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે,
આમ ટેક્નોલૉજી અને વિજ્ઞાનના આ યુગમાં હજુ લોકો અંધશ્રદ્ધામાં જીવતા હોય ઢોંગી તાંત્રિક બાબાની માયાજાળમાં ફસાઈને છેતરપીંડીનો ભોગ બનીને લાખો,કરોડો રૂપિયા ગુમાવ્યા બાદ પાછળથી રોવાનો વારો આવે તે પહેલા આવા કિસ્સા સમાજ માટે ચેતવણીરૂપ છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.