mysamachar.in-જામનગર
જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા છ માસ જેટલા સમયગાળાથી વાહન અથડાવ્યા બાદ લુંટ કરતી ગેંગના કાયદાથી સંઘર્ષિત એક કિશોર સહીત ૫ શખ્સો ને સીટી બી ડીવીઝન પોલીસે ઘાતક હથિયારો સાથે ઝડપી પાડ્યા છે,
રાત્રીના સમયે વાહન પર જઈ રહેલા લોકોને તમે કેમ અમારી સાથે વાહન અથડાવ્યું ચાલો નુકશાની ના પૈસા આપો પહેલા પ્રેમથી અને બાદમાં લુંટ કરતી ગેંગ મૂળ જામનગરની છે અને આ ગેંગ છેલ્લા છ માસ જેટલા સમયગાળાથી સક્રિય હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે,અને છ માસમાં આ ગેંગ એ૧૨ જેટલા લુંટના ગુન્હાઓને અંજામ આપ્યાનું સામે આવ્યું છે,
આ ગેંગ મા એક કાયદાથી સંઘર્ષિત કિશોર સહીત કુલ ૫ ઇસમો સંકળાયેલા છે અને વાહનચાલકો ને સોફ્ટ ટાર્ગેટ બનાવી ને તેની લુંટ મા આ ગેંગ ને સારી એવી પકડ આવી ચુકી હતી,અને આ ગેંગ સાથે ઘાતક હથિયારો પણ રાખતી હોવાનું ખુલવા પામ્યું છે,ગઈકાલે વિનાયક પાર્ક મધુરમ સોસાયટી નજીક થી પોલીસે બાતમીને આધારે લુંટ અથવા ધાડ પાડવાને ઈરાદે હથિયારો સાથે આ ગેંગના માણસો એકઠા થયાની માહિતી પરથી પોલીસે પાંચેય શખ્સો ને ઝડપી પાડ્યા છે,
ઝડપાયેલ શખ્સોમાં શિવા નવરંગ કપટા,હાર્દિક દિલીપભાઈ ત્રિવેદી,વિક્કી સંજયભાઈ બરછા,અને અશોકસિંહશીવુભા જાડેજા અને એક કાયદાથી સંઘર્ષિત કિશોર એમ કુલ પાંચ ઇસમોને છરી,ડીસમીસ,ધોકા,લોખંડના પાઈપ સહિતના હથિયારો સાથે ઝડપી લઇ અને ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે,
આ ગેંગને ઝડપી પાડવાની કામગીરી ઇન્ચાર્જ પીઆઈ વી.એસ.લાંબા,પીએસઆઈ વાય.એ.દરવાડીયા,અને સ્ટાફના ફિરોઝ દલ,હરેન્દ્રસિંહ જાડેજા,હિતેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફ એ કરી હતી.
			
                                
                                
                                



							
                