Mysamachar.in-અમદાવાદ:
એવું નથી કે રાજ્યના શહેરોમાં જ ઈન્ટરનેટનો વપરાશ લોકો વધુ કરતા હોય છે,. પણ દરેક હાથમાં સ્માર્ટ ફોન હવે લોકોને ઈન્ટરનેટના આદિ બનાવી દીધા છે તેવું એક રીપોર્ટ પરના તારણો પરથી લાગી રહ્યું છે, વધુમાં 5-G ની મોટી મોટી વાતો વચ્ચે રાજ્યમાં વપરાશકર્તાઓની સંખ્યા સાવ જુજ હોવાનું પણ એક રીપોર્ટમાં સામે આવ્યું છે.
ગુજરાતના ગામાડાંમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનાર એક વ્યક્તિ મહિનામાં સરેરાશ 33 જીબી ડેટાનો ઉપયોગ કરે છે. જે દેશના મોટા રાજ્યમાં સૌથી વધુ છે. કેન્દ્ર સરકારે સંસદમાં આપેલા જવાબ મુજબ, ગુજરાતમાં ઇન્ટરનેટ વપરાશકર્તા 2.15 કરોડને પાર થઇ ગયા છે.
દેશના ગ્રામીણ વિસ્તારમાં એક વ્યક્તિ સરેરાશ 27 જીબી ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરે છે, એટલે કે ગુજરાતના ગામડાંમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં 24% વધુ ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે. ગુજરાતના શહેરી વિસ્તારમાં 3.80 કરોડ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. દર 100માંથી ગામડાંમાં 60 અને શહેરમાં 99 લોકો ઇન્ટરનેટ વાપરે છે.
ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 30 લાખ ઇન્ટરનેટ વપરાશકર્તાનો ઉમેરો થયો છે. માર્ચ 2023માં ગુજરાતમાં 1.70 કરોડ ગ્રામીણ ઇન્ટરનેટ યુઝર્સ હતા, જે વધીને ડિસેમ્બર 2025માં 15 ટકા વધીને 2.15 કરોડને પાર થયા છે.જેની સામે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીના રિપોર્ટ મુજબ, ગુજરાતમાં 7.50 લાખ લોકો 5જી ઇન્ટરનેટ સબસ્ક્રાઇબર્સ છે. આ મામલે ગુજરાત દેશના ટોપ-10 રાજ્યમાં પણ સામેલ નથી.

























































