Mysamachar.inજામનગર
જામનગર નગરપાલિકાના વોર્ડ નંબર ૨ માં આવેલા વેસ્ટ ટુ એનર્જીના પ્લાન્ટના એરિયામાં પ્રતિબંધિત એવા કાપર્સ વૃક્ષોનું વાવેતર કરાવ્યું છે, જે દૂર કરવા માટે સ્થાનિક કોર્પોરેટર જયેન્દ્સિંહ એમ. ઝાલા તેમજ જયરાજસિંહ એ. જાડેજા દ્વારા મ્યુનિ કમિશનર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.બંને કોપોરેટરોના જણાવ્યા અનુસાર કોનોકાપર્સ વૃક્ષોના વાવવા પર સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરીને નિર્ણય કરવામાં આવ્યો છે. આ વૃક્ષ પડવાને જોખમ રૂપ હોય તેમજ આરોગ્યને નુકસાન થતું હોય આ અંગે બન્ને કોર્પોરેટરોને આ બાબત ધ્યાનમાં આવતાં જામનગર શહેરના વોર્ડ નંબર -૨ નાં આવેલ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં આવા કોનોકાપર્સ વૃક્ષોનું વાવેતર કરાયું હોય અને મોટી સંખ્યામાં આવા વૃક્ષો ઉગેલા હોવાથી આગામી સમયમાં પર્યાવરણ અને આરોગ્યને વધુ નુક્સાન ન થાય તેની તકેદારીના ભાગરૂપે આવા તમામ વૃક્ષો દૂર કરવામાં આવે તેવી માગણી બન્ને કોર્પોરેટરો દ્વારા કરવામાં આવી છે.