Mysamachar.in-
આજકાલ યોજાતા લગ્નપ્રસંગોમાં જાનેયા પક્ષના તો ક્યારેક કન્યા પક્ષના લોકો દ્વારા ખુશીમાં સ્નો સ્પ્રે ઉડાવવામાં આવતા હોય છે, પણ જામનગરમાં આ સ્પ્રે ઉડાવવાની બાબત હુમલા સુધી પહોચી હોવાનું એક પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે, આ અંગે સી ડીવીઝન પોલીસ મથકે થયેલ ફરીયાદોની વિગતો પર નજર કરીએ તો…
ગત રોજ મેહુલ સિનેમાની સામે કીલુભાઈ વસંતની વાડી ખાતે યોજાયેલ સમૂહલગ્નમાં કાનજીભાઇ ગાગજીભાઇ પરમાર જેવો હોમગાર્ડમા નોકરી તે આ સમૂહલગ્નમાં ગયા હતા ત્યારે આરોપીઓ રાહુલ સોમા ચાવડા તથા તેના ત્રણ મીત્રો જે તમામ જામનગર રહે છે તે લગ્ન પ્રસંગમા લીકવીડ વારો સ્પ્રે ઉડાડતા હોય જેથી લોકોને બળતરા થતી હોય અને ત્યા આ તમામને રાફુદળ ગામની જાનના લોકોએ પકડેલ હોય ત્યારે ફરિયાદી કાનજીભાઈએ પોલીસ બોલાવવાની વાત કરેલ જેનો ખાર રાખી આરોપી રાહુલ તથા તેના મીત્રોએ કાનજીભાઈને માથાના ભાગે મુઠ વડે માર મારી ટાકાની ઇજા કરી તેમજ શરીરે પેટના ભાગે વાસાંના તથા હાથના ભાગે તથા પગના ભાગે મુંઢ માર મારી એક બીજાની મદદગારી કરી હોવાની ફરિયાદ પરથી પી.એસ.આઈ.એન.જે.રાવલ આગળની તપાસ ચલાવે છે.