Mysamachar.in:જામનગર
જામનગર જીલ્લામાં આજે સવારે 6 કલાકે પૂર્ણ થતા છેલ્લા 24 કલાકમાં જામનગર જીલ્લાના પી.એચ.સી સેન્ટરો પર વરસાદના નોંધાયેલ સતાવાર આંકડાઓ જાહેર થયા છે તેની વિગતો એવી છે કે જામનગર તાલુકાના વસઈમાં 2 ઇંચ, લાખાબાવળમાં પોણા ત્રણ ઇંચ, મોટી બાણુંગારમાં સવા બે ઇંચ, ફલ્લામાં સવા ઇંચ, જામવંથલીમાં 1 ઇંચ, મોટી ભલસાણ 3 ઇંચ, અલીયાબાડા પોણા બે ઇંચ, દરેડ 6 ઇંચ વરસાદ પડ્યો છે,
તો જોડિયા તાલુકાના બાલંભા 2 ઇંચ, કાલાવડ તાલુકાના ખરેડીમાં 1 ઇંચ, ભલસાણ બેરાજામાં 2 ઇંચ, નવાગામ અને મોટા પાંચ દેવડામાં 2 ઇંચ, જયારે જામજોધપુર તાલુકાના સમાણા 1 ઇંચ, વાંસજાળિયા 1 ઇંચ, ધુનડા 2 ઇંચ, ધ્રાફા 1 ઇંચ, અને લાલપુર તાલુકાના પડાણામાં 4 ઇંચ, ભણગોરમાં પોણા ત્રણ ઇંચ, મોત ખડબામાં સવા બે ઇંચ, મોડપર માં પોણા બે ઇંચ અને હરીપરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.