mysamachar.in-જામનગર-
ભારતીય સંસ્કૃતિ માં જાતભાત ના અને વિવિધતા સભર પહેરવેશ અને ગૃહ સુશોભન ની ચીજવસ્તુઓ આપણે ત્યાં જોવા મળતી હોય છે.અને અલગ અલગ સંસ્કૃતિ મુજબ અલગ વેશ પરિધાન,અને ગૃહ સુશોભન જેવા પાસાઓ વિવિધ રંગો સાથે જોડાયેલ હોય છે.ત્યારે આ તમામ સંસ્કૃતિ નો સમન્વય એટલે કે રંગગ્રામ એક્ઝીબીશન…
રાજ્યના પૂર્વ મહિલા અને બાળ વિકાસ મંત્રી વસુબેન ત્રિવેદીના પુત્રી અને પુત્રવધુ એ સાથે મળી ને જામનગર ના આરામ હોટલ ખાતે સતત પાંચમાં વર્ષે આજ થી ત્રિ-દિવસીય રંગગ્રામ એક્ઝીબીશન નું આયોજન કર્યું છે.જેને નિહાળવા અને આકર્ષક ચીજવસ્તુઓ ની ખરીદી માટે પ્રદર્શન શરૂ થતા ની સાથે જ મોટી સંખ્યામાં લોકો મુલાકાત લઇ રહ્યા છે…અભી ત્રિવેદી અને આવા શુક્લ નામની બે બેહનો દ્વારા આ એક્ઝીબીશન થકી ખૂણે ખૂણામાં પ્રસરેલા વિવિધ રંગો ને એક જ સ્થળ પર એક સાથે સાથે પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે,આ ખાસ એક્ઝીબીશન મા આજે અભિનેતા આર્જવ ત્રિવેદી અને ૧૨ ઓગસ્ટના રોજ અભિનેત્રી નેહા મેહતા પણ ખાસ ઉપસ્થિત રહેશે…