Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
રાજકોટ રેન્જના ડી.આઈ.જી. સંદીપસિંઘ ગઈકાલથી દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવ્યા છે. બે દિવસના વાર્ષિક ઇન્સ્પેકશન અર્થે આવેલા ડી.આઈ.જી.એ ગઈકાલે ખંભાળિયા અને સલાયા પોલીસ મથકની મુલાકાત લીધી હતી. તેમની સાથે જિલ્લા પોલીસવડા સુનિલ જોશી ઉપરાંત ડી.વાય.એસ.પી. પી.આઈ. તથા સ્ટાફ જોડાયા હતા.સલાયામાં તાજેતરમાં મોહરમ વખતે પોલીસ સ્ટાફ થયેલા હુમલાના સંદર્ભે ડી.આઈ.જી.એ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત ખંભાળિયાના પી.આઈ. પી.એમ. જુડાલ તથા પી.આઈ. ડાંગર તેમની સાથે જોડાયા હતા.આજરોજ બુધવારે ડી.આઈ..જી. દ્વારા સ્થાનિક અધિકારીઓ સાથે કોંફરન્સ રાખવામાં આવી છે. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે દેશના છેવાડાના જિલ્લા એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ થયેલા ખૂન જેવા બનાવવામાં છેલ્લા કેટલાક સમયથી ડિટેકશન અને ગુનેગારો સામે લેવાતાં કડક પગલાં અસરકારક બની રહ્યા છે.જામનગરને અડીને આવેલ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં મહાકાય ઉદ્યોગો, લાંબો દરિયાઈ વિસ્તાર, ટાપુઓ, અને બંદર સહિતના સંવદેનશીલ વિસ્તારો આવેલ છે.ત્યાર્રે વિસ્તારની દ્રષ્ટિએ પણ દ્વારકા સંવેદનશીલ છે.