રાજકોટ:ધ્રોલથી રાજકોટ સોની બજારમાં સટ્ટાના ધંધામાં હાથ અજમાવવા આવેલા અને સામાન્ય પરિવારમાંથી આવેલા સોની બંધુઓ કરોડોનું બુચ મારીને ફરાર થઈ જતા રાજકોટની સોની બજારમાં અફડા-તફડી મચી ગઈ છે,
રાજકોટ સોની બજારમાં ધ્રોલના સોની બંધુઓ દ્વારા બુલીયન અને એમ.સી.એક્સમાં મોટા સોદા કરતા હતા,અને આ સોની બંધુઓનો ધંધો પણ બેસુમાર ચાલવા લાગતા ટૂંકાગાળામાં અમીર બની જતા કરોડોમાં રમવા લાગ્યા હતા,આ જોઈને હવાલાના ધંધાર્થી,બુકીઓ સહિતના ઘણા લોકો બુલીયન અને એમ.સી.એક્સના સટ્ટામાં રોકાણ કરવા લાગ્યા હતા અને સોની બધુંના વિશ્વાસે ઘણા લોકોએ કરોડોનું રોકાણ કરેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે,
પરંતુ ધ્રોલના સોની બંધુ છેલ્લા ૬થી૭ દિવસથી પોતાની પેઢીને તાળુ મારીને નાશી જતા બુલીયન અને એમ.સી.એક્સના સટ્ટામાં કરોડોનું રોકાણ કરનાર લોકોના જીવ તાળવે ચોંટી જવા પામ્યા છે,અને સોનીબંધુઓ અંદાજે ૫૦ થી ૧૦૦ કરોડોનું ફુલેકુ ફેરવીને વિદેશ ભાગી જતા રાજકોટ સોની બજારમાં અફડા-તફડીના માહોલ વચ્ચે જેના કરોડો રૂપિયા ડૂબી ગયા છે તેને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.