Mysamachar.in-અમદાવાદ:
સવારે ઉઠ્તાવેત અખબારોનું વાંચન કરતાં લોકોને ઘણી વખત મહિલાઓ સાથે વાતો કરવા માટેની જાહેરાતો જોવા મળતી હોય છે,.અને અમુક લોકો અજાણે આવા નંબરો ડાયલ કરી દેતા હોય છે,આ રીતે અખબારોમાં લોભામણી જાહેરાત આપીને અમુક શખ્સો દ્વારા લોકોને ડેટિંગ ટ્રેપની જાળમાં ફસાવવામા આવે છે,આવા જ બે મહિલા સહિત પાંચ શખ્સોને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી છે,મહિલા સાથે વાતો કરીને પોતાની જિંદગીને રંગીન બનાવો તેમ કહીને લોકોને ફસાવવામાં આવતા હતા,અને કેટલાક લોકો આવી જાહેરાતો જોઈને આ જાળમાં ફસાયાનું પણ આ પાંચ પોલીસને હાથ લાગ્યા બાદ સામે આવ્યું છે,
ચોંકાવનારી વાત તો એ છે કે કોઈ વ્યકિતને યુવતી સાથે વાત કરવી હોય તો 50 હજાર સુધી તો માત્ર હેલો સંભાળવાના લઈ લેતા હતા.અત્યાર સુધીમાં 500 લોકો ભોગ બની ચુક્યા હોવાનુ સામે આવ્યુ છે,અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક શોપિંગ સેન્ટરની બે દુકાનોમાં ઈલેક્ટ્રોનિક માર્કેટિંગના ઓથા હેઠળ આ કોલ સેન્ટર ચાલતું હતું,કેતન નામનો યુવાન શખ્સ કેટલીક યુવતીને સાથે રાખી આ સમગ્ર કોલ સેન્ટર ચલાવતો હોવાનું બહાર આવ્યું છે,
આ કૉલ સેન્ટર છેલ્લા ચાર વર્ષથી ધમધમતું હતું.જેને ફોન કર્યો હોય તે ગ્રાહકને ફસાવવા માટે ફોન કરી મહિલાના પતિ વિદેશમાં છે,રિલેશન રાખશે તેવી સુંવાળી લાલચ આપી લોકો પાસેથી મેમ્બરશીપના રૂપિયા પડાવી લેવામાં આવતા હતા,સાથે જ વાતચીતના બહાને અલગ અલગ ચાર્જ લઈને છેતરપીંડી પણ આચરવામાં આવતી હતી,
આ ગુન્હામાં હાલ પોલીસે 2 મહિલા સહિત 3 યુવકોને ઝડપી પાડી તેમના પાસેથી 13 મોબાઈલ અને 7 હિસાબના ચોપડા કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.અત્યાર સુધીમા આ લોકોએ અંદાજે 500 લોકોને ભોગ બનાવ્યાની પોલીસ સમક્ષ કબૂલાત કરતાં સાઈબર ક્રાઈમ આ મામલે વધુ ઊંડી તપાસ શરૂ કરી છે.