Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે જામનગર નિવાસી અધીક કલેકટર દ્વારા તાજેતરમાં જ જાહેરાત કરીને જામનગર જીલ્લાની તમામ મામલતદાર કચેરીઓના જનસેવા અને ઇધરા કેન્દ્રો બંધ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યા બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામમાં પણ વધી રહેલા કેસોને પગલે કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા તેમજ સરકારી કચેરીઓ ખાતે લોકોની ભીડ જમા ન થાય તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લાેની તમામ મામલતદાર કચેરી ખાતેના જનસેવા કેન્દ્રોવ તેમજ ઇ-ધરા કેન્દ્રો ખાતેની અરજદારઓને લગત કામગીરી તા.30-04-2021 સુધી જાહેર આરોગ્યખની જાળવણીના હેતુસર નાગરિકોના હિતમાં બંધ રાખવા નિર્ણય કરવામાં આવેલ છે. માત્ર ઓનલાઇન અરજીઓ સ્વીધકારી તે અંગેની કાર્યવાહી કરવાની રહેશે. અતિ અગત્યબની કામગીરી હોય તેવા સંજોગોમાં સબંધિત તાલુકાના મામલતદારનો સંપર્ક કરવાનો રહેશે. તેમ નિવાસી અધિક કલેકટર દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.