Mysamachar.in-અમદાવાદઃ
મેટ્રો શહેર અમદાવાદમાં ફરી એકવાર દેહવ્યાપારનો પર્દાફાશ થયો છે. શહેરના મેઘાણીનગર અને નિકોલ વિસ્તારમાં બે દરોડા દરમિયાન પાંચ મહિલાઓ અને દલાલની ધરપકડ કરવામાં આવી છે. સૌપ્રથમ નિકોલ વિસ્તારમાં દિલ્હી, મુંબઇ અને પશ્ચિમ બંગાળમાંથી યુવતી બોલાવી દેહવ્યાપાર ચલાવવામાં આવતો હોવાની બાતમી મળતા ડમી ગ્રાહક મોકલી પોલીસે શ્રીનાથ હોટેલમાં દરોડા પાડ્યા હતા, જેમાં માલિક, મેનેજર અને દલાલ સન્ની ધામવાણી અને ત્રણ યુવતીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે જય પટેલ નામનો દલાલ ફરાર હોવાનું કહેવામાં આવ્યું છે. તપાસ કરતા બહાર આવ્યું કે આ યુવતીઓ દિલ્હી, મુંબઇ અને પશ્ચિમમાંથી આવે છે, યુવતીઓને ગ્રાહક દીઠ યુવતીઓને 2000 રૂપિયા આપવામાં આવતાં હતા. મેઘાણીનગરમાં મેઘા મેટરનીટી હોસ્પિટલ સામે આવેલા એક ઘરમાં બે મહિલાઓ દેહવ્યાપારનો ધંધો કરતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં રેખા ઝાલા અને નગમા પઠાણની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને ઘરમાંથી એક ગ્રાહક હર્ષ પટેલ પણ મળી આવ્યો હતો. જ્યારે મકાનમાલિક સંજના જાનગીડ ફરાર હોવાનું નોંધાયું છે.

























































