Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
ચારધામોમાં નું એક યાત્રાધામ દ્વારકા, જે મંદિર સાથે લાખો કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે, તે મંદિરમાં ભગવાન દ્વારકાધીશ માટે અલગ અલગ પ્રકારના વસ્ત્રો તૈયાર કરવામાં આવતા હોય છે, હાલ દ્વારકાધીશ જગતમંદિરે અક્ષયતૃતીયાથી લઈને અષાઢસુંદ એકમ એમ બે મહિના સુધી દ્વારકાધીશ જગત મંદિરમાં રાજાધીરાજને ફૂલોના વસ્ત્રો બનાવી પુજારી પરિવાર દ્વારા લાડ લડાવવામાં આવે છે, દ્વારકાધીશ ને ગરમી ન લાગે તે રીતે તેમના શુંગાર કરવામાં આવી રહ્યા છે, દરરોજ બપોરે એક થી પાંચ વગ્યા સુંધી પુજારી પરીવારની મહિલાઓ તેમજ વૈષ્ણવો દ્વારા જગતમંદિર પટાગણમાં ભગવાનના વસ્ત્રો બનાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે,
આ વસ્ત્રો બનાવવામાં બદામના પાંદડા પર ચમેલ,જુહી, મોગરો, ગુલાબ, વગેરેના ફૂલોની કડીઓથી ભગવાનના વાઘા એટલે કે વસ્ત્રોને સજાવવામાં આવે છે, આ ફુલ જામનગર રાજકોટ સહિતના શહેરોમાંથી દરરોજ મંગાવવામાં આવે છે.અને સાંજે ભગવાન કાળિયા ઠાકોરને વાઘા પહેરાવવામાં આવે છે, વિવિધ ફૂલો ની કડીઓ થી ભગવાનના શુંગારના મનમોહક દર્શન કરી ભાવીકો રસતરબોળ બને છે, ભગવાનને બે માસ સુધી ભારે વસ્ત્રો અંગીકાર કરતા નથી જેમા સોના-ચાંદીના બદલે પુષ્પોના વસ્ત્રો ભગવાનને અંગીકાર કરવામા આવે છે.