my samachar.in:જામનગર
લોહાણા મહાપરિષદ ને લાંછન લાગે તેવા આક્ષેપો થઇ રહ્યા છે અને પરિષદ ની ગરીમાને નુકશાન થાય તેવું લાગતું હોય તેની સામે લોહાણા મહાપરિષદ નું સન્માન કરનારા પણ મૂક પ્રેક્ષક બની બધું જોઈ રહ્યા છે આવી વ્યથા સાથે લોહાણા મહાપરિષદ ના પ્રમુખ પ્રવીણભાઈ કોટકે રાજીનામુ ધરી દેતા લોહાણા સમાજ માં સપાટો બોલી ગયો છે
વિશ્વના સર્વે રઘુવંશીઓના સ્વજન ના શ્વાસ સમી લોહાણા મહાપરિષદ ના ટ્રસ્ટીઓને પ્રવીણભાઈ કોટકે રાજીનામુ આપતા જણાવ્યું હતું કે, મારા પુરાગામી દીર્ઘદ્રષ્ટા પ્રમુખ યોગેશભાઈ લાખાણીએ લોહાણા મહાપરિષદ ને ખુબ જ માવજત પૂર્વક સિંચન કરી અમોને સોંપી ત્યારબાદ અમારી ટીમની મહેનતથી સંસ્થા સફળતાનાં શિખરને આંબતી હોય ત્યારે ઈર્ષા થવી,રાગદ્વેષ થવો,ભૂલો કાઢવી,ટીકાઓ કરવી,એ સ્વાભાવિક છે,પરંતુ કેટલાક સમયથી સમગ્ર સમાજ ની માતૃતુલ્ય માતૃસંસ્થા મહાપરિષદ ને લાંછન લાગે તેવા આક્ષેપો પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા,શોશ્યલ મીડિયામાં કેટલાક તત્વો દ્વારા થઇ રહ્યા છે જેનાથી મારા પ્રમુખ તરીકેના કાર્યકાળમાં માતા સમાન માતૃસંસ્થા લોહાણા મહાપરિષદની ગરીમાને નુકશાન થઇ તેવું લાગી રહ્યું છે અને દુઃખ પણ છે કે મહાપરિષદ નું સન્માન કરનાર સૌ મૂક પ્રેક્ષક બની નિહાળી રહ્યા છીએ.
ત્યારે વધતી વ્યવસાયિક વ્યસ્તતા,મારી કૌટુમ્બિક,પારિવારિક અને જાહેરજીવનની જવાબદારીને કારણે પ્રવિણભાઈ એ માતૃસંસ્થા લોહાણા મહાપરિષદ ને પૂરતો સમય સમર્પિત રહી શકું તેમ નથી તેવું જણાવ્યુ હતું,આથી સમાજ ની માતૃતુલ્ય સમાજના હિત માં અને વર્તમાન વાતાવરણને ધ્યાન માં રાખી હું મારુ રાજીનમું સુપ્રત કરી રહ્યો છું તેવું રાજીનામાં ના અંતે પ્રવીણભાઈ કોટકે તેમના રાજીનામા મા જણાવ્યું છે.