Mysamachar.in-જામનગર:
ધ્રોલ પોલીસ મથકના ત્રણ પોલીસકર્મીના ત્રાસથી ગરાસીયા યુવાને ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા આ યુવાનને તાત્કાલિક જી.જી.હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો છે.આ બનાવથી ત્રણ પોલીસકર્મી સામે ભારે રોષ સાથે નાના એવા મોટા વાગુદળ ગામે ચિંતાની લાગણી પ્રસરી છે,
પોલીસના અત્યાચારની મળતી વિગત મુજબ ધ્રોલ તાલુકાનાં મોટા વાગુદળ ગામના ગરાસીયા યુવાન હરપાલસિંહ જાડેજા ઈક્કો ગાડીમાં ડ્રાઈવર તરીકે ધંધો કરે છે,
તેવામાં હરપાલસિંહ જાડેજા જામનગરથી ધ્રોલ ઈકકો ગાડી લઈને આવતા સમયએ તેના મિત્ર બ્રિજરાજસિંહ નો ફોન આવ્યો કે,હું ખારવા રોડ પર ઊભો છું, મને લઈજા, આથી મિત્ર એવા બ્રિજરાજસિંહને લઈને હરપાલસિંહ ત્રિકોણ પાસે મુનાભાઈની રેકડીએ મૂકવા જતાં સમયે ધ્રોલ પોલીસમાં ફરજ બજાવતા સંજય આહીર, અશોક આહીર, હર્ષદભાઈએ ગાડી રોકીને બ્રિજરાજસિંહના કબ્જામાંથી ત્રણ દારૂ બોટલ કબ્જે કરી હતી,
જે બાબતે મોટા વાગુદળ ગામના હરપાલસિંહ કઈ જાણતા ન હોય અને બ્રિજરાજસિંહએ પણ જણાવ્યુ હતું કે આમાં હરપાલસિંહ કઈ જાણતો નથી છતાં ત્રણેય પોલીસકર્મીએ તોડ કરવાના આશયથી હરપાલસિંહને પોલીસ મથકે લઈ જઈને સાહેબ આવે તે પહેલા ૨૦ હજાર આપ નહિતર ફીટ કરી દેવામાં આવશે, તેમ કહીને હરપાલસિંહને ત્રણેય પોલીસકર્મીએ ટોર્ચર કરતા સમયે હરપાલસિંહનો એક મિત્ર પોલીસ મથકે આવીને પૈસા સવારે મળી જશે તેવું સમાધાન કરીને હરપાલસિંહ જવા દેવામાં આવ્યો હતો,
પરંતુ મોટા વાગુદળ ગામના ગરાસીયા યુવાન હરપાલસિંહ પાસે પોલીસને આપવાના પૈસા ન હોવાથી અંતે પોતાની વાડીએ શ્યુસાઇડ નોટ લખીને ઝેરી દવા પી જતા જામનગર જી.જી.હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવેલ છે,
ધ્રોલ તાલુકાનાં મોટા વાગુદળ ગામના ગરાસીયા યુવાનએ ઝેરી દવા પીતા પહેલા મરણનોંધ લખી હતી,જેમાં ત્રણેય પોલીસકર્મીના ત્રાસથી આ પગલુ ભર્યાનું જણાવ્યુ છે,
ઉપરાંત હરપાલસિંહના કાકા એવા મોટા વાગુદળ ગામના ઉપસરપંચ અનિરુદ્ધસિંહ જાડેજાએ પણ ધ્રોલ પોલીસના ત્રાસથી આ પગલુ ભર્યાનો આક્ષેપ કેમેરા સામે પણ કર્યો છે.
આમ ધ્રોલ પોલીસ મથકના ત્રણ પોલીસકર્મીના ત્રાસથી કંટાળીને યુવાને આત્મહત્યાનો પ્રયાસ કરતા ધ્રોલ તાલુકામાં પોલીસ સામે શું પગલાં ભરવામાં આવશે તે જોવાનું રહેશે.
ASP સંદીપ ચૌધરી એ શું કહ્યું…
ધ્રોલમાં પોલીસ સામે આક્ષેપના આ બનાવ અંગે એએસપી સંદીપ ચૌધરીએ જણાવ્યું હતું કે દારુ પ્રકરણમાં હરપાલસિંહને પૂછપરછ કરી ને જવા દેવામાં આવ્યો હતો,આ આક્ષેપો પાયાવિહોણા હોય પોલીસે કોઈ જબરદસ્તી કરેલ નથી,છતાં પણ તપાસ કરીને આ મામલે સત્ય હશે તો આગળ કાર્યવાહી કરવામાં આવશે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.