Mysamachar.in-વડોદરા:
ગુજરાતમાં વધુ એક વખત ખાખી વર્ધી પર ડાઘ લાગ્યો છે, આ વખતે કારણ છે દારૂબંધી વાળા ગુજરાતમાં જેનું કામ દારૂબંધીની અમલવારી કરાવવાનું છે તે પોલીસકર્મી જ બીજે ક્યાય નહિ પણ પીસીઆર વાનમાં તેના જ મિત્રો સાથે ગ્લાસ ટકરાવે આ કિસ્સો રાજ્યના વડોદરામાંથી સામે આવતા સમગ્ર રાજ્યમાં આ મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે,.
રાજ્યમાં ફરી એકવાર ખાખી કલંકીત થઈ છે. વડોદરાના મુંજ મહુડા હનુમાનજી મંદિર પાસે પોલીસ વાનમાં પોલીસકર્મચારીએ મહેફિલ માંડી હતી પોલીસ વાનમાં જમાદાર સહિત ત્રણ શખ્સો દારૂની મહેફીલ માણતા ઝડપાયા છે. હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ સરવૈયા સાથે અન્ય 2 શખ્સો ઝડપાયા છે. પીસીઆર વાનમાં પાર્ટી જોઇને કોઈ જાગૃત નાગરિકે પોલીસને જાણ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો છે. જાગૃત નાગરિકે પોલીસને જ જાણ કરતા ત્યાં પોલીસ અધિકારી તપાસમાં આવ્યા હતાં. જે લોકોની તપાસમાં કરતા ત્રણેય પીધેલા હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય વિરુદ્ધ જેપી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.હેડ કોન્સ્ટેબલ ઉત્તરાયણની બપોરે મુજમહુડા હનુમાનજી મંદિર પાસે દારૂ પીતા ઝડપાયા હતા. હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ સરવૈયા મુંજમહુડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. પીસીઆ ગાડીમાં હેડ કોન્સ્ટેબલ અને તેના મિત્રો માલ કહાર અને સાકીર મણિયાર પણ દારૂની મહેફિલમાં જોડાયા હતા.