Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા પ્રફુલસિંહ મોતીભા જાડેજા નામના શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં જુગાર રમવા માટેનો અખાડો ચલાવતા આ સ્થળે એલસીબીએ દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમ્યાન અહીં જુગારીઓને જુગાર રમવા માટેની જરૂરી સગવડ પૂરી પાડીને પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવીને રમાતા જુગારધામમાંથી પોલીસે પ્રફુલસિંહ મોતીભા જાડેજા સાથે જયેન્દ્રસિંહ ગુલાબસિંહ જાડેજા, બહાદુરસિંહ ઘેલુભા જાડેજા, ગિરિરાજસિંહ દિપસિંહ જાડેજા, ખોડુભા ગુમાનસંગ જાડેજા, જયદીપસિંહ બળવંતસિંહ જાડેજા અને શિવુભા જીલુભા જાડેજા નામના સાત શખ્સોને દબોચી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 44,230 રોકડા, રૂ. 40,000 ની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન તેમજ રૂપિયા 1.95 લાખની કિંમતના 6 નંગ મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 2,79,230 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.