Mysamachar.in-આણંદ
સંચાર સલામતીને જોખમમાં મુકી સીમબોક્ષ-સીમ બેંકની મદદથી ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટર તથા સીમ બોક્ષને પકડી પાડવા માટે આણંદ એલ.સી.બી. તથા એસ.ઓ.જી.ની ટીમો આ પ્રકારના ગોરખધંધાનો પર્દાફાશ કરવા કાર્યરત હતી. જે બાબતે ટેકનીકલ-હ્યુમન ઇન્ટેલીજન્સ અન્વયે તપાસ ચાલુ હતી દરમ્યાન હકિકત મળેલ કે બોરસદ જે.ડી.પટેલ હાઇસ્કુલ નજીક આવેલ સાકરીયા સોસાયટી મેમણ કોલોનીમાં રહેતા બાબરઅલી મકબુલ અહેમદ અંસારી તથા તેના કાકાના દિકરા મીરફસલ ઉર્ફ સોનુ મકસુદ અહેમદ ભેગા મળી સીમબોક્ષ ચલાવતા હોઇ બાતમી વાળી જગ્યાએ રેડ દરમિયાન બન્ને ઇસમો મળી આવતા તેઓને પુછપરછ કરતા પોતાના રહેણાંક મકાનમાં આવેલ પ્રથમ માળે ગેરકાયદેસર સીમ બોક્ષ ચલાવતા હોય અને આ સીમ બોક્ષમાંથી તેઓના સંપર્કવાળા માણસોના કહેવા મુજબ સીમ બોક્ષ ઓપરેટ કરી પોતાનો આર્થીક ફાયદો મેળવતા હોવા બાબતની હકિકત આધારે બોરસદ તેઓના ઘરે જઈ તપાસ કરતા રહેણાંક મકાનાના પહેલા માળે લેપટોપ તથા ડીનસ્ટાર કંપનીના 32 પોર્ટના ગેટ વેના બે અલગ અલગ ડીવાઈસ બે વાઇફાઇ રાઉટર સાથે કનેકટ કરેલા ચાલુ હાલતમાં મળી આવેલ જે ડીવાઇસમાં અન્ય રાજયના સીમકાર્ડ નાખેલ હતા.
જે ગેરકાયદેસર રીતે સીમ બોક્ષ-સીમ બેંક ચલાવવા સારુ તેને લગતા જુદાજુદા ડીવાઇસ, રાઉટર તેમજ ત્રાહીત વ્યક્તિઓના નામના સીમકાર્ડ ખરીદી સીમ બોક્ષ ઉભુ કરી દુબઇથી જલીલ નામનો આકા ISD કોલને GSM નેટવર્કમાં તબદીલ કરતા હોઇ તેમજ ગેરકાયદેસર રીતે VOIP દ્વારા ઇન્ટરનેશનલ કોલ રૂટીંગ કરી ભારતમાં વિદેશથી આવતા કોલને સાદા વોઇસ કોલમાં ગેરકાયદેસર રીતે DOT ની ગાઇડ લાઇન વિરુધ્ધ ભારતમાં રીસીવરને મોકલી આપી કોલ કરનારની ઓરીજીનલ આઇડેન્ટીટી છુપાવી રાષ્ટ્રીય સલામતીને જોખમમાં મુકી તેમજ ભારત સરકાર આર્થીક નુકશાન પહોચાડી ટેલીફોન કંપનીઓ સાથે છેતરપીંડી, વિશ્વાસઘાત કરેલ હોઇ કુલ કિ.રૂ.2,77,500નો મુદામાલ કબજે કરી બંન્ને ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી સાયબર ક્રાઈમ પો.સ્ટે. ગુનો દાખલ કરવામાં આવેલ છે.
આરોપીઓના નામ
-બાબરઅલી મકબુલ અહેમદ અંસારી રહે, બોરસદ સાકરીયા સોસાયટી મેમણ કોલોની તા, બોરસદ જી, આણંદ
-મીર ફૈસલ મકસુદ અહેમદ અન્સારી રહે, બોરસદ સાકરીયા સોસાયટી મેમણ કોલોની તા. બોરસદ જી. આણંદ રહે. મુળ, ભીલમપુર, મજીદ તથા પ્રાથમીક શાળા નજીક તા.બુઢનપુર, પોસ્ટ-કોઇલ્સા જી.આજમગઢ ઉત્તરપ્રદેશ
કબજે કરેલ મુદામાલ
-એમ.પી. કંપનીનું લૅપટૉપ
-સીમબોક્ષ-સીમ બેંક નંગ-4
-મોબાઇલ નંગ-3
-વાઈફાઇ રાઉટર-5
-સીમકાર્ડ ના કવર નંગ-49 તેમજ સીમકાર્ડ નંગ-61