Mysamachar.in-મોરબી:
લાંચના કેસમાં ફરી એક વખત ખાખી ખરડાઈ છે, આ વખતે સૌરાષ્ટ્રના મોરબી જીલ્લામાં એક પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા એસીબીને હાથે ઝડપાઈ જતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે આ અંગે એસીબીએ સતાવાર રીતે જાહેર કરેલ વિગતો એવી છે કે આ કેસના ફરીયાદીએ તા.06/09/2024 ના રોજ મોરબી જીલ્લાના ગામ નાની વાવડી ખાતે પ્લોટ ખરીદ કરેલ. જે પ્લોટ બાબતે નગર દરવાજા પોલીસ ચોકી ખાતે ખોટી રીતે દસ્તાવેજ કર્યા બાબતે એક અરજી આવેલ…
જે અરજીમાં ગુનો દાખલ ન કરવા અને આ અરજીના નિકાલ કરવા એ ડીવીઝન પોલીસ હેઠળના નગરદરવાજાચોકી ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ હિતેષ સુખાભાઇ મકવાણા એસીબીના ફરિયાદી પાસે રૂ.બે લાખ પચાસ હજારની લાંચની માંગણી કરેલ અને રકઝક્નાં અંતે રૂ.2,35,000 લાંચની રકમ આપવાનું નક્કી થયેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદીએ ફરીયાદ આપતા,આજ રોજ લાંચનુ છટકુ ગોઠવતા આરોપી પોલીસ કોન્સ્ટેબલ હિતેશ મકવાણા ફરીયાદી સાથે રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ.2,35,000 લાંચની રકમ સ્વીકારી રંગે હાથ ઝડપાઈ ગયો હતો.લાંચના આ કેસથી મોરબી જીલ્લા પોલીસ વિભાગમાં સોંપો પડી ગયાની સ્થિતિ જોવા મળી રહી છે.
