Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, અને લોકડાઉનને કારણે કેટલાક નશાના બંધાણીઓના નશાની લત છૂટી છે ગઈ છે તો કેટલાક કાળાબજારમાં થી લઈને પણ પોતાનો નશો કરી રહ્યા છે, ત્યારે હાલમાં પાન મસાલા સહિતની દુકાનો સંપૂર્ણ બંધ હોય ત્યારે કલ્યાણપુર પોલીસે મોટીમાત્રામાં એક મકાનમાંથી તમાકુ, બીડી સહિતનો જથ્થો ઝડપી પાડ્યો છે, હીરાભાઈ મેરામણભાઈ વાઘેલા, રમેશભાઈ લખુભાઈ બારીયા જે રાવલ ગામે વસવાટ કરે છે, તેને પોતાના મકાનની ઓસરીમાં તંમાકું અલગ-અલગ પ્રોડક્ટ અને સોપારી તંમાકુંથી માવા (મસાલા) બનાવતા હોય રહેલ વેચાણ કરવા પ્રતીબંધ કરેલ ચીજ-વસ્તુઓ હીરાલાલ બીડી-બાંધા નંગ-૭, સંભાજી બીડી બાંધા નંગ-૫, ટ્રેન બીડી બાંધા નંગ-૫, રત્ના ૩૦૦.બ્રાન્ડ તંબાકુ ટીન નંગ-૭, ઈગલ તંબાકુ ટીન નંગ-૫૦, બાગબાન તંબાકુ ટીન નંગ-૨, સોપારી કટીંગ કરેલ કીલો:-૮.૬૦૦ ગ્રામ, રજવાડી પાનપીસ, બાબુ ચુનાનુ પાર્સલ પેકેટ નંગ-૩, મળી કુલ મુદામાલ રૂ.૧૭૩૩૫/- નો કબ્જે કરેલ જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધવામાં આવ્યો છે,