mysamachar.in-રાજકોટ:
રાજકોટના આંગણે ગાંધીજીના જન્મથી મૃત્યુ સુધીના તમામ પ્રસંગોને જીવંત સ્વરૂપે તાજા કરતાં વિશ્વ કક્ષાના ગાંધી મ્યુઝિયમને તૈયાર કરાયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે લોકાર્પણ કરવા આવે તેના ત્રણ દિવસ પહેલાજ એસ.પી.જી. કમાન્ડોએ મ્યુઝિયમનો કબ્જો લઈ લીધો છે બીજીબાજુ મોદીના આગમનને લઈને એરપોર્ટથી લઈને આલ્ફ્રેડ સ્કૂલ સુધીના સમગ્ર રૂટમાં દિવાળી જેવો રોશનીમય માહોલ ઊભો કરાયો છે વડાપ્રધાન રાજકોટમાં ૨ કલાક અને ૧૦ મિનિટનું રોકાણ કરવાના છે,
થોડા સમય પૂર્વે નરેન્દ્ર મોદી આજી ડેમમાં નર્મદા નીરના અવતરણ પ્રસંગે રોડ-શો કરવા આવ્યા ત્યારે શહેરમાં જેવો ઉત્સવનો માહોલ ઊભો કરી દેવાયો હતો આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં વિશ્વ કક્ષાના અદભૂત એવા ગાંધી મ્યુઝિયમની એક અનોખી ભેટ મળી છે,
બીજીબાજુ આ પ્રસંગને લઈને દિવાળી જેવો માહોલ ઊભો કરાયો છે એરપોર્ટથી લઈને રેસકોર્સ રિંગરોડ,ચૌધરી હાઇસ્કૂલથી આલ્ફ્રેડ હાઇસ્કૂલ સુધી રોશનીનો જગમગાટ કરવામાં આવ્યો છે આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં પણ ઉત્સવનો માહોલ જોવા મળે છે,દેશ-વિદેશના પ્લાન્ટ,બ્યુટીફીકેશન,તેમાં રેઇન-બો સેઇડ રોશની,મ્યુઝિયમ બિલ્ડીંગે પણ રોશનીનો શણગાર સજયો છે મોદીના આગમનના ત્રણ દિવસ પૂર્વે એસ.પી.જી.કમાન્ડોએ કબ્જો પણ લઈ લીધો છે મોદી રાજકોટમાં ૨ કલાક અને ૧૦ મિનિટ રોકાણ કરશે તેવું જાણવા મળે છે.
સુરક્ષાનો સઘન બંદોબસ્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે રાજકોટ આવી રહ્યા છે ત્યારે સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત પોલીસ સહિતની વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા ગોઠવી દેવાયો છે 6 એસપી,૧૯ ડીવાયએસપી,૧૬૮ પીએસઆઇ,અને ૨૮૦૦ જેટલા પોલીસકર્મીઓ ઉપરાંત એસઆરપી બીડીએસ ડોગ સ્ક્વોડ સહિતનો કાફલો પણ સુરક્ષામાં તૈનાત રહેશે.