Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
યાત્રાધામ દ્વારકામા દૂર-દૂર થી યાત્રીકો પ્રવાસીઓ આવે છે, સાથે-સાથે નગરપાલિકા પણ સ્થાનીક સ્વરાજ્યની સંસ્થા તરીકે કાર્યરત છે, પરંતુ અહી થવા જોઈતા વિકાસના બદલે એક માત્ર હોટલો વધતી જાય છે, અને યોજનાકીય વિકાસ તો જાણે તંત્ર ભુલી જ ગયુ છે, કેમ કે આસ્ફાલ્ટ સહિતના નગરના તમામ વિસ્તારોમા સારારોડ, ડ્રેનેજની પ્રોપર સીસ્ટમ, રોડસાઇડ સીમેન્ટ બ્લોક્સ સાથે વોલ ટુ વોલ રોડ જેવુ કરી ડસ્ટ ફ્રી નગર રાખવુ યોગ્ય અંતરે વૃક્ષો ટ્રાફીક નિયમ યોગ્ય જગ્યાએ પાણીના પરબ માહિતી આપતા પુરતા બોર્ડ સલામતી માટે સમગ્ર નગરમા અને રેલવે અને બસ સ્ટેશન તેમજ ખાનગી વાહન સ્ટોપએ તમામ જગ્યાએ રાઉન્ડ ધ ક્લોક સીક્યોરીટી વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા સ્વચ્છતા રખડતા ઢોરને પકડવાની નિયમિત કાર્યવાહી…..આવુ તો ઘણુ બધું જે પરિકલ્પના જેવુ લાગે છે, અને ખરેખર નથી માટે દ્વારકાની શોભા રહી જ નથી..
બહારથી આવતા લોકો માટે બગીચા સ્ટેચ્યુ ફાઉન્ટન ડીસ્પ્લે વેરાયટી બેનર્સ વગેરે જેવુ પણ કંઇ આકર્ષણ નથી ત્યારે પ્રશ્ર્ન એ થાય છે કે યોજનાકીય વિકાસ માટે જે નાણા આવે છે તે ક્યા જાય છે? કેમકે એક તરફ માંડ-માંડ થોડા ઘણા બ્યુટીફીકેશનના કામો થયા હતા તેને પણ ભ્રષ્ટાચારનો એરૂ આભડી જતા બધુ ખેદાન મેદાન જેવુ લાગે છે, દ્વારકામા વિકાસ થયો હોય તો માત્ર હોટલો ગેસ્ટહાઉસોના જ થયા રાખે છે, નાની-મોટી જગ્યામા હોટલો ગેસ્ટ હાઉસો રેસ્ટોરન્ટો અમુક મંજુરીવાળા અમુક મંજુરી વગરના અમુક અધુરી મંજુરીવાળા જે વધ્યા રાખે છે, અને આમાંથી અમુક સ્થળ તો અન્ય મહાનગરોના અમુક શોખીનો માટે તમામ જલસા માટેના વિકએન્ડ સ્પોટસ બની ગયા છે, ખાસ કરીને દ્વારકામા યોજનાકિય વિકાસ ન થવા કે નબળા કામો માટે સ્થાનિક બેદરકારી કારણભૂત છે, તેમ જુદા જુદા નગરજનોએ સમગ્ર અભિપ્રાયની સાથે-સાથે જણાવ્યુ છે, વિકાસના બદલે વધી માત્ર વધુ પડતી ગે.કા. હોટલો રેસ્ટોરન્ટો એ સિવાય કંઇ નહિ વળી થોડી ઘણી બ્યુટીફીકેશન કામ થયા તે પણ વિનાશ જેવા અને દબાણ -ઢોર –ગંદકીમા મોખરે રહેલુ નગર બદસુરત થઇ રહ્યુ છે ઉપરથી થોડા ઘણા કામો કે વ્યવસ્થા કાં તો નક્કર કે ટકાઉ નથી કાંતો જાળવણી નથી.