mysamachar.in-જામનગર
જામનગરમાં જયારે એસપી તરીકે સુભાષ ત્રિવેદી હતા ત્યારે જામનગરમાં કોઈ ને વ્યાજે થી કાયદેસર નાણા ધીરવા હોય તો પણ દસ વખત વિચાર કર્યા બાદ કોઈને વ્યાજ પર નાણા આપતા હતા,અને વ્યાજખોર શખ્સો તો જાણે ક્યાય ગોત્યા પણ મળતા નહોતા અને અમુકે તો સુભાષ ત્રિવેદીના કાર્યકાળ દરમિયાન પોતાની દુકાનોનો પાટિયા ઉતારી લઈને તાળા મારી દીધા હતા,
એ સમયે થોડી શાંતિ રહ્યા બાદ હવે ફરી એક વખત જામનગર શહેરમા વ્યાજખોર શખ્સોનો આંતક ચરમસીમાએ હોય તેમ એક બાદ એક ફરિયાદો વ્યાજખોર શખ્સોના ત્રાસ નો ભોગ બનનાર લોકો એસપી ને રજૂઆત કરીને નોંધાવી રહ્યા છે,
ત્યારે વધુ એક વ્યાજખોરોના આતંક નો ભોગ બનનાર પરિવારએ સીટી બી ડીવીઝન પોલીસ મથકે પાંચ વ્યાજખોરો સામે ધાકધમકી અને મનીલેન્ડ એક્ટ મુજબ ગુન્હો નોંધાવતા આ કેસની તપાસ એસપી સિંઘલ એ પીએસઆઈ એસઓજી ને સોંપી છે,
આ કેસના ફરિયાદી અને રામેશ્વરનગર વિનાયકપાર્કમાં રહેતા જગદીશભાઈ કાનાબાર ના પુત્ર અંકુશએ મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા પાસેથી ૧૩૦૦૦૦ બે વર્ષ પૂર્વે ૧૦%,૧૨% અને ૧૫% લેખે લીધી હતી અને તેનું વ્યાજ ૩૦૦૦૦૦ ચુકેવેલું,જયારે અજયસિંહ ઘનુભા જાડેજા પાસેથી ૮૦૦૦૦ લીધેલ જેનું વ્યાજ ૫૦૦૦ ચુકવેલ તેમજ હરપાલસિંહ કિશોરસિંહ જાડેજા પાસેથી ૩૫૦૦૦૦ વ્યાજ લીધેલ જેનું વ્યાજ ૭૦૦૦૦ ચુકવેલ જયારે મેઘરાજસિંહ ગુમાનસિંહ જાડેજા પાસેથી ૨૫૦૦૦ની રકમ ૧૦% વ્યાજે લીધેલ,
આમ મજબુરી એ વ્યાજે નાણા લીધા બાદ વ્યાજ આપેલ હોય હવે વ્યાજ ના ચૂકવી શકતા આરોપીઓ એ અવારનવાર ઉઘરાણી માટે ધાકધમકીઓ આપી અને ફરિયાદીને ભયમાં મૂકી દેતા અંતે ગભરાયેલા જગદીશભાઈ એ સીટી બી ડિવીજન મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
એસ.પી.સિંઘલ ની અપીલ..
જયારે માયસમાચાર દ્વારા એસપી શરદ સિંઘલની પ્રતિક્રિયા લેવામા આવી ત્યારે એસ.પી.સિંઘલએ જણાવ્યું હતું કે વ્યાજખોરીનું નું દુષણ કોઈપણ ભોગે ચલાવી લેવામાં આવશે નહિ,અને મને જેટલી પણ રજુઆતો મળે છે તેમાં ફરિયાદો લેવડાવી અને કડકમાં કડક પગલા લેવામાં આવી રહ્યા છે,વધુમાં તેવો એ એમપણ જણાવ્યું કે કોઈ પણ જાતના નાણા ધીરધાર ના પરવાના વિનાજ જામનગરમાં આવા શખ્સો સક્રિય થયા છે,ત્યારે ઘણા લોકો તેનો ભોગ બન્યા હોય શકે છે,ત્યારે કોઈપણ જાતના ભય વિના ભોગ બનનાર લોકો આવા શખ્સો સામે ફરિયાદ કરવા આગળ આવે અને જરૂર પડે તો એસપીનો પોતાનો સંપર્ક કરવા પણ તેવો એ અનુરોધ કર્યો છે.