mysamachar.in-જામનગર
રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી ટેકાના ભાવે ખરીદ કરવામાં આવેલ મગફળી મા થયેલ કૌભાંડો અને આગ લાગવા સહિતની ઘટનાઓને લઈને રાજકીય માહોલ ભારે ગરમાયેલો છે,વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણી એ રાજકોટ મા ઉપવાસ આંદોલન કર્યા બાદ જામનગર ના હાપા નજીક જે ગોડાઉનમાં મગફળી સળગી હતી તેની સામે આજે સવાર થી સાંજ સુધી ધરણા નો કાર્યક્રમ આપી અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા,
વિધાનસભા વિપક્ષ નેતાની સાથે જામનગરના કોંગી ધારાસભ્યો વિક્રમ માડમ,વલ્લભ ધારવિયા,પ્રવિણ મુછડીયા,ચિરાગ કાલરીયા,જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જે.ટી.પટેલ શહેર કોંગ્રેસ પ્રમુખ ગીરીશ અમેથીયા સહીત જીલ્લા અને શહેર ના કાર્યકરો પણ આ ધરણા ના કાર્યક્રમ મા જોડાયા હતા,શું કહ્યું પરેશ ધાનાણી એ ધરણા સમયે મીડિયાને સંબોધન કરતી વખતે રાજ્યના હાલના કૃષિમંત્રી અને પૂર્વકૃષિમંત્રી પર મગફળી કૌભાંડ ને લઈને ગંભીર આક્ષેપો કર્યા શું કહ્યું ધાનાણી એ તે સાંભળવા ઉપરનો વિડીયો ક્લીક કરો.