mysamachar.in-જામનગર-
પહેલા મગફળી ના ગોડાઉનો સળગ્યા અને હવે મગફળીકાંડ મામલે રાજકારણ દિનપ્રતિદિન ગરમાઈ રહ્યું છે,ત્યારે રાજકોટ ખાતે આજે કૃષિમંત્રી આર.સી. ફળદુ એ પોતાના બચાવમાં સામે આવીને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના આક્ષેપોને લઈને પ્રેસ કોન્સફરન્સ કર્યા બાદ જામનગરથી શરૂ થયેલ પ્રથમ ન્યુઝ વેબ પોર્ટલ mysamachar.in સાથે વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલના કૃષિમંત્રી આર.સી. ફળદુ પુર્વ કૃષિમંત્રીને બચાવવા હવાતિયા મારી રહ્યા છે અને કાલાવડ આખોય તાલુકો હરીપરના કાંતિ ગઢીયાને આર.સી. ફળદુના ભાણા તરીકે ઓળખે છે,
અને ગુજરાતની ૨૫૭ મંડળીઓમાં ખોટું થયું છે, અને જામજોધપુરમાં અમારા ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ મંડળીમાં થયેલ ગેરરીતિ પકડી હતી જે અંગે કોઈ કાર્યવાહી થતી નથી, તે સહિત મગફળી મામલે સરકારને ભીંસમાં લીધી હતી,
જયારે ધાનાણી ને કૃષિમંત્રી આર.સી. ફળદુ ના જાહેર જીવન છોડવા સામેના નિવેદન અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આર.સી. ફળદુ શુ જાહેર જીવન છોડશે, પ્રજા તેમને જાહેર જીવન છોડાવશે તેવી તીખી ટકોર પણ તેમણે અંતે કરી હતી.