Mysamachar.in-જામનગર:
બજારમાં ખાણીપીણીની હજારો હોટેલ અને રેસ્ટોરન્ટ આવેલાં છે, જ્યાં લાખો લોકો જાતજાતની વાનગી આરોગતા હોય છે, જે પૈકી જે ગ્રાહકની નજર ‘બારીક’ હોય છે તેઓ ઘણાં કિસ્સાઓમાં આ ખાદ્ય ચીજોમાંથી જીવડાં સહિતની અખાદ્ય ચીજ શોધી કાઢવામાં સફળ થતાં હોય છે. આવો વધુ એક મામલો જામનગર શહેરમાં કાલે અને આજે બહાર આવ્યો, આ મામલામાં ખાદ્ય ચીજ પીરસનાર પિત્ઝા ફ્રેન્ચાઈઝીને નાણાંકીય દંડ કરવામાં આવ્યો છે અને આ ધંધાકીય એકમમાં જીવાત મારી નાંખવાની કામગીરીઓ કરવાની સૂચના આપવામાં આવી.
જામનગરના રણજિતસાગર રોડ પર, ગ્રીન સિટી નજીક પાપાલુઈ’સ પિત્ઝાની ફ્રેન્ચાઈઝી છે, અહીં એક ગ્રાહક જમવા ગયા ત્યારે એમના સ્ટાર્ટરમાં પીરસવામાં આવેલાં ચણાના શાકમાં આ ગ્રાહકને એક વાળ નજરે ચડ્યો. બાદમાં આ જ ગ્રાહકને ઓર્ડર મુજબ પીરસવામાં આવેલી બટાટા ચિપ્સમાં મૃત મંકોડાનું માથું જોવા મળેલ એવી ફરિયાદ આ ગ્રાહકે ફૂડ શાખા સમક્ષ નોંધાવી.

મહાનગરપાલિકાની ફૂડ શાખાના અધિકારી દશરથ પરમારની ટીમે આ ફરિયાદના આધારે સેમ્પલ લઈ તપાસ કરી. અને આ તપાસના આધારે આ ધંધાર્થીને રૂ. પાંચ હજારનો દંડ ફટકારી દીધો છે. આ ઉપરાંત આ ધંધાકીય એકમમાં કયાંય, કોઈ જિવાત ન રહી શકે એ માટે પેસ્ટ કંટ્રોલ કામગીરીઓ કરવાની તથા આ એકમના તમામ સ્ટાફનું આરોગ્ય પરીક્ષણ કરાવવાની તેમજ સમગ્ર એકમમાં હાઈજિનિક સ્થિતિઓ જાળવવાની સૂચનાઓ દર્શાવતી નોટિસ પણ ફટકારી હોવાનું ફૂડ સેફટી ઓફિસર પરમારે my samachar ને જણાવ્યું.
અત્રે ઉલ્લેખનિય છે કે, ખાણીપીણીની લારીઓ, હોટેલ અને રેસ્ટોરન્ટ જેવા ધંધાકીય એકમોમાં એકદમ સ્વચ્છતા અને ચોકસાઈ તેમજ ફાયર પ્રિવેન્શન બાબતોનો કડક અમલ જરૂરી હોય છે, કેમ કે આ બધી બાબતો ગ્રાહકોના આરોગ્ય અને જિંદગીઓ સાથે સંકળાયેલી ગંભીર અને સંવેદનશીલ બાબતો છે. ગ્રાહકોએ પણ આવી જગ્યાઓ પર કોઈ પણ ખાદ્ય ચીજ આરોગતા પૂર્વે એકદમ ચકોર રહે