Mysamachar.in-જામનગર:
જામનગરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં મોરકંડા ધાર નજીક એક યુવકની માથાના ભાગે લોખંડની કોશ ઝીંકી કરપીણ હત્યા નિપજાવવાની ઘટના સામે આવતા સ્થાનિક પોલીસ એલસીબી સહિતની ટીમો ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. આ કેસમાં આરોપી મીલન રમેશભાઈ સીતાપરા પોલીસને બાતમી આપી પોલીસને ગામમા બોલાવતો હોવાની મરણજનાર સુરેશ ઉર્ફે ગડા તથા તેના મિત્રોને વાત કરેલ હોય જે બાબત આરોપી મીલનને જાણ થતા આરોપી મીલનને મરણજનાર સુરેશ ઉર્ફે ગડા સાથે બોલાચાલી ઝઘડો થયેલ જે બાબતનુ મનદુખ રાખી આરોપી મીલન તેના ઘરેથી હાથમા લોંખડની કોસ લઈ આવી મરણજનાર સુરેશ ઉર્ફે ગડો નામના 24 વર્ષીય યુવકને માથાના તથા મોઢા તથા દાઢીના ભાગે કોસના આડેધડ ઘા મારી ગંભીર ઈજાઓ પહોચાડતા તેનું મોત નીપજ્યું હતું અને બનાવ હત્યાના ગુન્હામાં પરિણમ્યો હતો જે બાદ પોલીસે આરોપી મીલન રમેશભાઈ સીતાપરા કોળી રહે. મોરકંડા ધાર વિસ્તાર સામે હત્યાની કલમ હેઠળ ગુન્હો નોંધી ગુન્હાના કામેના આરોપીઓને તાત્કાલીક શોધવા અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા.
આ ખુનના ગંભીર પ્રકારના ગુન્હામા સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ સી.સી.ટી.વી. ફુટેજો ચેક કરવામા આવેલ તેમજ ટેકનીકલ સોર્સ તેમજ ખાનગી હકીકત આધારે આ કામેના આરોપીઓ બનાવ બાદ મોરકંડા સામે આવેલ બે ભાઈના ડુંગરના તરફ મોટરસાઈકલ સાથે નાસી ગયેલ અને અત્યારે બંને જણા મોરકંડા ગામ તરફ આવતા હોવાની ચોક્કસ માહીતી મળતા જે આધારે મોરકંડા ગામ પાટીયાથી બે ભાઈના ડુંગર તરફના રસ્તે વોચ તપાસમા હતા તે દરમિયાન આરોપીઓ મિલન રમેશભાઈ સીતાપરા ધંધો,મજુરી રહે, મોરકંડા ધાર વિસ્તારમા, વેલનાથ નિશાળની બાજુમા, તથા તેની પાછળ બેસેલ ઈસમ રમેશ વાલજીભાઈ સીતાપરા ધંધો.મજુરી રહે. મોરકંડા ધાર વિસ્તારમા, વેલનાથ નિશાળની બાજુમા, વાળાઓને પકડી લઇ પ્રાથમિક પુછપરછ કરતા પોતે ગુન્હો કરેલનો એકરાર કરતા હોય જેથી બંને આરોપીઓને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.આ કાર્યવાહી પંચ બી ડીવીઝન પીએસઆઈ જે.ડી.પરમાર તથા એ.એસ.આઇ. એમ.એલ.જાડેજા તથા નિર્મળસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા દ્વારા આ કામગીરી કરવામા આવેલ હતી.