Mysamachar.in-જામનગર:
જામનગર શહેર જિલ્લા સહિત સમગ્ર હાલારમાં રખડતાં પશુઓ અને રખડતાં કૂતરાંઓનો ભયાનક ત્રાસ, લાંબા સમયથી હોવા છતાં કયાંય જવાબદારોની સક્રિયતા નજરે ચડતી ન હોય, નિર્દોષ લોકો દર્દનાક મોતને ભેટી રહ્યા છે, આવા વધુ એક કરૂણ બનાવમાં 11 વર્ષની એક માસૂમને કૂતરાંઓએ ફાડી ખાતાં અરેરાટી સાથે હાહાકાર મચી ગયો છે.
આ બનાવ કાલાવડ તાલુકાનો છે. પીપર ગામથી મોટા ભાડૂકીયા ગામ તરફના રસ્તા પર પટેલસમાજની વાડી નજીકથી આ બાળા પસાર થઈ રહી હતી ત્યારે ચાર-પાંચ કૂતરાં બાળા પર ત્રાટકયા. બાળાને માથું, કાન, ગળું, હાથ અને પગ એમ બધી જ જગ્યાએ ફાડી ખાધી. બાળાનું દર્દનાક મોત થયું. બાળાનું નામ રાજલ હતું. તેણીના પિતા સુરલા કનેશ પીપર ગામની એક વાડીમાં ખેતમજૂર છે. ભયંકર રીતે લોહીલુહાણ આ બાળાને કાલાવડ સરકારી હોસ્પિટલ લાવવામાં આવી હતી પણ તબીબે કહ્યું કે, બાળા જિંદગી ગુમાવી બેઠી છે.આ બનાવ પછી, હવે સમગ્ર હાલારમાં તંત્રો આળસ ખંખેરશે ? કે, આવું તો બનતું જ રહેશે ?!….


























































