Mysamachar.in-અમદાવાદ:
પુરૂષ અને સ્ત્રી વચ્ચેનો શરીરસંબંધ પ્રજોત્પતિ માટે શાસ્ત્ર અનુસાર પવિત્ર લેખવામાં આવ્યો છે, એ એક અલગ બાબત છે. પરંતુ દાયકાઓ નહીં, સૈકાઓથી આ પ્રકારના સંબંધ માત્ર આનંદ માટે બંધાતા રહ્યા છે, એ માણસની પ્રકૃતિ પણ છે. આ બાબતને ‘બિઝનેસ’ તરીકે પણ માણસ ચલાવે છે. અને, હવે એમાં ટેકનોલોજિનો ઉપયોગ શરૂ થયો.
સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર અસંખ્ય મહિલાઓ આ ‘બિઝનેસ’ કરે જ છે. અસંખ્ય એવી ગેંગ પણ છે, જે મહિલાઓને સાથે રાખી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર શિકાર શોધે છે. નાણાં કમાય છે. જે પૈકી અમુક ગેંગ ઝડપાઈ પણ જાય છે. એવા સમયે ‘હનીટ્રેપ’ સમાચાર બને છે.
આ ઉપરાંત સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ઘણાં લોકો આ બિઝનેસ કોર્પોરેટ સ્ટાઈલથી કરે છે. મહિલાઓની ‘જાહેરાત’ કરવામાં આવે છે. રેટકાર્ડ તૈયાર હોય છે. મિલન માટે લોકેશન સેટ કરી આપવામાં આવે છે. અને, આ માટેના પેમેન્ટ ઓનલાઈન પણ સ્વીકારવામાં આવે છે. લગભગ દરેક શહેરોમાં આ વ્યવસ્થાઓ ઉપલબ્ધ હોય છે.
આ ધંધામાં પણ ગુનાહિત માનસ ધરાવતા લોકો બીજી રીતે શિકાર શોધે છે. ઓનલાઈન પધ્ધતિએ પેમેન્ટ મેળવી લ્યે. બેંક એકાઉન્ટમાંથી ‘રોકડી’ પણ કરી લ્યે. પરંતુ પેમેન્ટ ચૂકવનારને ‘સર્વિસ’ ન આપે. આ પ્રકારના ચિટિંગનો ભોગ બનેલા ફરિયાદ કરવા ક્યાં જાય ?? આ રીતે પણ છેતરપિંડીઓ ચાલતી રહે. સેલ્સમેન, MR અને સતત બિઝનેસ ટૂરમાં રહેતાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સહિતના ઘણાં વર્ગના અમુક લોકો આ પ્રકારના બોગસ નેટવર્કિંગમાં સપડાઈ જતાં હોય છે. તેની સાથેસાથે આ પ્રકારના genuine નેટવર્કિંગ પણ ચાલતાં રહે છે, કારણ કે આ ક્ષેત્રમાં ડિમાંડ સામે સપ્લાય મર્યાદિત રહેતી હોય છે.
તાજેતરમાં અમદાવાદ પોલીસે આ પ્રકારની ઓનલાઈન જાહેરાતો પર ‘નજર’ સ્થિર કરી. આ પ્રકારના 120 પ્લેટફોર્મ શોધી કાઢ્યા. હવે તેમના બેંક એકાઉન્ટની તપાસ થશે. પૂછપરછ થશે. પુરાવાઓ એકત્ર કરવામાં આવશે. ત્યારબાદ આ પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હેન્ડલરોની વિધિવત ધરપકડ પણ થઈ શકશે. આ આખું ઓપરેશન અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સંભાળતા જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંગલની આગેવાનીમાં ચાલી રહ્યું છે. ભૂતકાળમાં આ અધિકારી જામનગર એસપી હતાં.(symbolic image)























































