mysamachar.in-રાજકોટ
લાંચિયા બાબુઓ એક બાદ એક ઝડપાવવા ના કિસ્સાઓ ચાલુ જ તેમાં આજે વધુ એક લાંચિયા બાબુનો ઉમેરો થયો છે,આજે રાજકોટમાં થયેલ આ ટ્રેપમાં ફરીયાદી એકસપોર્ટનો ઘંઘો કરતા હોય તેઓના ફોરેન ટ્રેડ લાયસન્સમાં PAN નંબર ખોટો લખાવેલ હોય તે સુધારી આપવા માટે ફરીયાદીએ અરજી આપેલી તેમા તાત્કાલિક PAN નંબર સુધારી આપવામાટે આરોપી વર્ગ બે કક્ષાના અધિકારી ફોરેન ટ્રેડ ડેવલોપમેન્ટ ઓફીસરે રૂા.૬,૦૦૦/- ની માંગણી કરેલી જે પૈકી રૂા.૨,૦૦૦/- આજરોજ સવારે સ્વીકારેલ અને બાકીના રૂા.૪,૦૦૦/-પછી આપવા વાયદો કરેલ..
જે બાદ ફરીયાદીએ એ.સી.બી.માં ફરીયાદ કરતા ટ્રેપ દરમ્યાન રૂા.૪,૦૦૦/- ની લાંચ લેતા ફોરેન ટ્રેડ ડેવલોપમેન્ટ ઓફીસર,લિલાધર કેશવ શ્રીવાસ્તવ, ડેપ્યુટી ડાયરેકટર ફોરેન ટ્રેડ ની કચેરીમા જ લાંચની રકમ ની માંગણી કરી સ્વીકારી પકડાઇ જતા એસીબી એ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે,
આજની એસીબીની સફળ ટ્રેપ એસીબી રાજકોટ મદદનીશ નિયામક એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ પી.આઈ.સી.જે.સુરેજા સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.