Mysamachar.in-મોરબી:
દારૂબંધી વચ્ચે કેટલાક શાતીર દિમાગ શખ્સો દારૂની હેરાફેરી માટે કોઈ ને કોઈ રસ્તો કાઢી જ લે છે, આવો જ એક વિચિત્ર કહી શકાય તેવો કિસ્સો મોરબી જીલ્લામાં સામે આવ્યો છે, જ્યાં વાંકાનેર પોલીસ સર્વેલન્સ ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી આધારે વાંકાનેર તાલુકાના ભલગામ ગામના પાટીયા પાસેથી આરોપી જીગ્નેશભાઇ ઉર્ફે જીગો ખેંગારભાઇ શરસીયા (ઉ.વ.35 રહે.રાજકોટ, મોરબી રોડ,જકાતનાકાની સામે, જય જવાન સોસાયટી) વાળો દુધ ભરવાના કેનની આડમાં ઇગ્લીશ દારૂ છુપાવી મો.સા.સાથે હેરાફેરી કરતા કુલ 84 બોટલો સાથેના ઇંગ્લીશ દારૂના ગે.કા.જથ્થા સાથે તથા અન્ય મુદામાલ મળી કુલ રૂપીયા 57200 ના મુદામાલ સાથે પકડી પાડી આરોપી જીગા વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે.