mysamachar.in-દેવભૂમિદ્વારકા:
જીલ્લાના સલાયામાં થી ATS ની ટીમએ હેરોઈન ડ્રગ્સ સાથે એક શખ્સ ને એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા બાદ ભારે ચકચાર મચી જવા પામી છે,એવામાં ઝડપાયેલ આરોપીને આજે ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં પોલીસ દ્વારા ૧૪ દિવસના રીમાન્ડ સાથે રજુ કરવામાં આવ્યો હતો જ્યાં કોર્ટે તેના સાત દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે અને રિમાન્ડ દરમિયાન સીલસીલાબંધ વિગતો ખુલવા પામશે તેવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
મહત્વનું છે કે ગઈકાલ ઝડપાયેલ ડ્રગ્સ ના દરિયાઈ માર્ગે પાકિસ્તાન થી કચ્છમાંડવી એમ થોડા સમય પૂર્વે ઘુસાડવામાં આવ્યો હતો,અને આ હેરોઈન ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કીમત ૧૫ કરોડ જેટલી થાય છે ત્યારે કોર્ટ દ્વારા અપાયેલ સાત દિવસના રીમાન્ડ મા એટીએસ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા આ ડ્રગ્સ નેટવર્ક ની જુદી જુદી દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવશે.