Mysamachar.in-મોરબી
આપણે ત્યાં ભ્રષ્ટાચારમાં મહેસુલ વિભાગ અને ગૃહવિભાગનું નામ મોખરે છે, તેનો ભૂતકાળમાં સ્વીકાર ખુદ મુખ્યમંત્રીએ જાહેરમંચ પરથી કર્યો છે, એવામાં એસીબીએ મળેલ એક અરજીને આધારે કરેલ તપાસમાં જો એક ASI પાસેથી અપ્રમાણસર મિલકત મળી આવતી હોય તો અન્ય સાહેબો તો….અહી વાત થઇ રહી છે.
હરેશભાઇ કાનજીભાઇ કેસુર નામના તત્કાલીન એ.એસ.આઇ, મોરબી જીલ્લો, હાલ સેવા નિવૃત્ત આરોપીએ પોલીસ દળમાં A.S.I., વર્ગ-૩ ની મોરબી જીલ્લાની ફરજમાં વાંકાનેર તાલુકામાં ટ્રાફિકડ્યુટી તેમજ જીલ્લામાં અન્ય ફરજ દરમ્યાન ભ્રષ્ટાચાર કરી અને અપ્રમાણસર મિલ્કત વસાવ્યાના આક્ષેપની અરજી સબંધે A.C.B. દ્વારા અરજી તપાસ સબંધે જરૂરી રેકર્ડ, દસ્તાવેજો, કાયદેસરની મેળવેલ આવક અને કરેલ રોકાણ તથા ખર્ચની હકિકતો તપાસતા, ઉપરોકત સમયગાળાની ફરજ દરમ્યાન આક્ષેપિતે પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં રૂા.23,46,680/- એટલે કે, 75.86% જેટલી રકમનું વધુ રોકાણ/ખર્ચ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલીત થતાં, આરોપીએ ઉપરોકત સમયગાળામાં કાયદેસરની ફરજ દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરૂપયોગ કરી, ઇરાદા પુર્વક ગેરકાયદેસર રીતે ધનવાન થવા વિવિધ ગે.કા.ની રીત રસમો અપનાવી નાણાં મેળવી, નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા પત્નીના નામે જંગમ મિલ્કતમાં રોકાણ/ખર્ચ કરી, ભ્રષ્ટાચાર અધિનિયમ 1988 (સધારો-2018) ની કલમ 13(1)(બી) તથા 13(2) મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.