Mysamachar.in-જામનગર
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આમ તો વિવિધ ઝણસોની આવક અને હરરાજીઓ થતી હોય છે, પણ આ તમામ વચ્ચે જામનગર હાપા માર્કેટિંગ યાર્ડને ના માત્ર રાજ્ય પણ દેશમાં અજમાના પીઠા તરીકે જાણીતું છે, જામનગર યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલના જણાવ્યા મુજબ ગઈકાલે એટલે કે સોમવારે માત્ર 5 કલાક જ અજમાની હરરાજી આવક ખોલવામાં આવતા 10,000 ગુણીની આવક 5 કલાકમાં થયેલ જે અજમાની આજથી વેચાણ થતા 10,000 પૈકી 3500 ગુણીની હરરાજી પણ થઇ ચુકી છે અને અજમાનો આજનો હરરાજીમાં ભાવ 2100 થી 3000 સુધી રહ્યા હતા.